ભારતીય અબજપતિની દીકરી યુગાન્ડાની જેલમાં કેદ, સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો મામલો!
Vasundhara Oswal falsely detained in Uganda: ભારતના અબજોપતિ અને ઉદ્યોગપતિ પંકજ ઓસ્વાલની દીકરીની યુગાન્ડા પોલીસે આર્થિક અને ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાના આરોપસર ધરપકડ કરી છે. આ મામલે પંકજ ઓસ્વાલે યુનાઈટેડ નેશન્સને દખલગીરી કરવા અપીલ કરી છે. પંકજ ઓસ્વાલે દાવો કર્યો છે કે, તેની દીકરી વસુંધરા ઓસ્વાલની ગેરકાયદે અને ખોટા આરોપો હેઠળ અટકાયત કરવામાં આવી છે. યુગાન્ડામાં તેમના એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) પ્લાન્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
કેમ કરી ધરપકડ?
પંકજ ઓસ્વાલની દીકરી વસુંધરા પર પૂર્વ કર્મચારી દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે. અમુક મીડિયા રિપોર્ટ્સના મતે, વસુંધરાની એક શેફનું અપહરણ અને તેની હત્યા મામલે અને અન્ય લોકો સાથે ક્રિપ્ટો કરન્સી સ્કીમ સંબંધિત કથિત છેતરપિંડી કરી હોવાના આરોપસર ધરપકડ થઈ છે. જે 100 કલાકથી વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છે.
પંકજ ઓસ્વાલે કર્યો દાવો
પંકજ ઓસ્વાલે દાવો કર્યો છે કે, ‘મારી દીકરી પર તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. એક પૂર્વ કર્મચારીએ ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કંપનીની મૂલ્યવાન સંપત્તિ ચોરી હતી અને તેમજ 2 લાખ ડોલરની લોન લીધી હતી. જેમાં ગેરેન્ટર તરીકે ઓસ્વાલ ફેમિલીએ ગેરેંટી આપી હતી. જે ચૂકવવાનો ઈન્કાર કરવાની સાથે તેણે વસુંધરા ઓસ્વાલ પર જ ખોટા આરોપો લગાવ્યા છે.’
આ સાથે પંકજ ઓસ્વાલે યુગાન્ડાના પ્રેસિડન્ટને પણ ઓપન લેટર મારફત આ મામલે ન્યાય આપવાની માગ કરી છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનની ચોંકાવનારી ઘટના, પ્રસાદ ખવડાવી યુવતીને બેભાન કરી આચર્યું દુષ્કર્મ, સાધુ પર આરોપ
કોણ છે વસુંધરા ઓસ્વાલ?
26 વર્ષીય વસુંધરા ઓસ્વાલ ભારત, ઓસ્ટ્રેલિયા, અને સ્વિટ્ઝરલેન્ડમાં ઉછેર થયો હતો. તેણે સ્વિસ યુનિવર્સિટીમાંથી ફાઈનાન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ Pro ઈન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. આ કંપની આફ્રિકામાં અગ્રણી એથેનોલ ઉત્પાદક છે. તેણે ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં જ આ કંપનીની સ્થાપના કરી હતી.
વસુંધરાના ભાઈએ કર્યો દાવો
ઈન્સ્ટાગ્રામ પર વસુંધરાના ભાઈએ પોસ્ટ કરી દાવો કર્યો છે કે, ‘મારી બહેન એક માખીને પણ નુકસાન પહોંચાડી શકતી નથી. તે રોજ સવારે પક્ષીઓને ચણ નાખે છે અને શાકાહારી છે. તે દરરોજ ધ્યાન કરે છે, તે બધાને પ્રેમ કરે છે. તો તે હત્યા કેવી રીતે શકે છે. જે આરોપો હેઠળ તેની અટકાયત કરવામાં આવી છે, તે વ્યક્તિ જીવિત મળી આવ્યો હોવા છતાં પોલીસે તેને મુક્ત કરી નથી. તેમજ તેનો ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેને પરિજનો કે વકીલ સાથે વાત કરવાની પણ મનાઈ છે.’
વ્યક્તિની હત્યાનો દાવો ખોટો
જે વ્યક્તિનું અપહરણ અને હત્યાનો દાવો થઈ રહ્યો છે. તે વ્યક્તિ ટાન્ઝાનિયામાંથી મળી આવી છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે, તેનું અપહરણ થયું જ નથી. તેણે નોટરી કરેલી એફિડેવિટ પણ આપી છે કે, તેનું ક્યારેય અપહરણ કે હત્યા થઈ નથી. મારા પરિવારે કે બહેને ક્યારેય ખરાબ વ્યવહાર કર્યો નથી. આ પુરાવાઓ ટાન્ઝાનિયા પોલીસે યુગાન્ડાને આપ્યા હોવા છતાં તેને મુક્ત કરવામાં આવી નથી.