3જીવાર ચૂંટાવા બદલ મોદીને અભિનંદન આપનારા આ 'તુલસીભાઈ' કોણ છે ?
- WHOના અધ્યક્ષ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસેસ, 2022માં ગુજરાતમાં યોજાયેલી 'આયુષ' શિખર પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા
નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (વ્હુ)ના અધ્યક્ષ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પણ ચૂંટાઈ આવવા બદલ અભિનંદનો પાઠવ્યા હતા. તેઓના અભિનંદન સંદેશાના ઉત્તરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, તમારો આભાર તુલસીભાઈ.
વ્હુના અધ્યક્ષે લખ્યું હતું, અભિનંદનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સર્વેના આરોગ્ય માટે આપણે સાથે મળી કામ કરીશું. તેઓએ આ સંદેશો તેઓના X પોસ્ટ ઉપર પાઠવ્યો હતો.
૨૦૨૨માં ગુજરાતમાં જયારે પરંપરાગત સ્વદેશી ઔષધો અંગે પરિષદ યોજાઇ હતી ત્યારે વ્હુ ના અધ્યક્ષે નરેન્દ્ર મોદીને પોતાને માટે ગુજરાતી નામ શોધી કાઢવા જણાવ્યું ત્યારે વડાપ્રધાને આ નામ 'તુલસી' સૂચવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તુલસી ભારતમાં તો પૂજાય જ છે, પરંતુ તે સાથે તેના ઔષધીય ગુણો પણ ઘણા છે. તેથી જ વડાપ્રધાને વિશ્વ આરોગ્ય સંસ્થા વ્હુ ના અધ્યક્ષને આ નામ આપ્યું હતું.