કોણ છે શેખ રેહાના, જેમની સાથે શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી છે

શેખ રેહાનાની પુત્રી હાલમાં યુકેમાં લેબર પક્ષની સાંસદ છે, અને તે ટ્રેઝરીના આર્થિક સચિવ તરીકેની જવાબદારી સંભાળી રહી છે.

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
કોણ છે શેખ રેહાના, જેમની સાથે શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી છે 1 - image

Who is Sheikh Rehana: બાંગ્લાદેશમાં થયેલા સત્તાપલટા બાદ શેખ હસીના બાંગ્લાદેશ છોડીને હાલ ભારતમાં છે. કહેવાઈ રહ્યું છે કે, શેખ હસીના અહીંથી લંડન અથવા ફિનલેન્ડ જશે. શેખ હસીનાની સાથે તેની બહેન શેખ રેહાના પણ છે. શેખ હસીના તેની બહેન સાથે લંડનમાં શરણ લેવાની તૈયારી કરી રહી છે. શું તમે જાણો છો કે તેમની બહેન કોણ છે અને પરિવારના રાજકારણમાં તેમનું કેટલું યોગદાન છે? તો ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબ અને એ પણ જણાવીએ કે લંડન સાથે તેમનું શું કનેક્શન છે, જેના કારણે શેખ હસીના લંડન શિફ્ટ થવા માંગે છે?

કોણ છે શેખ રેહાના?

શેખ રેહાના શેખ હસીનાની નાની બહેન છે. શેખ હસીનાના પરિવારમાં બીજા પણ અન્ય સભ્યો હતા પરંતુ તે બધાની 1975માં સામુહિક હત્યા કરવામાં આવી હતી. હાલમાં જે સ્થિતિ બાંગ્લાદેશની છે તે જ રીતે વર્ષ 1975માં પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન અને તેમની માતા અને ત્રણ પુત્રોની હત્યા કરી નાખવામાં હતી. તે સમયે શેખ હસીના બાંગ્લાદેશમાં નહોતા તે તેમના પતિ વાજિદ મિયાં અને નાની બહેન શેખ રેહાના સાથે જર્મનીમાં હતા. જેના કારણે બંને બહેનોનો જીવ બચી ગયો હતો. 

રેહાનાનો જન્મ 13 સપ્ટેમ્બર 1955ના રોજ થયો હતો. તે બાંગ્લાદેશના પિતા કહેવાતા શેખ મુજીબુર રહેમાનની સૌથી નાની પુત્રી છે. શેખ રેહાનાનું પ્રારંભિક શિક્ષણ શાહીન સ્કૂલમાંથી થયું હતું. 1971માં જ્યારે બાંગ્લાદેશમાં આઝાદીમી ચળવળ શરૂ થઇ ત્યારે પાકિસ્તાની સેનાએ શેખ રેહાનાને નજરકેદ કરી દીધી હતી.

પરિવારના સભ્યોની હત્યા બાદ તે 1975માં જર્મનીથી ભારત આવી હતી. તે સમયે બંને બહેનો લગભગ 6 વર્ષથી સુધી ભારતમાં રહી હતી. ત્યારબાદ તે બાંગ્લાદેશ ગઈ હતી. રેહાના રાજકારણમાં સક્રિય નથી, પરંતુ તેણે પડદા પાછળ પક્ષ માટે ઘણું કામ કર્યું છે.

તેણે 1975માં થયેલી પિતાની હત્યાનો મુદ્દો વૈશ્વિક મંચ પર ઘણી વખત ઉઠાવ્યો હતો. તેમણે 1979માં સ્વીડનના સ્ટોકહોમમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હત્યારાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે 10 મે, 1979 ના રોજ, તેમણે ઓલ-યુરોપિયન બકશાલ કોન્ફરન્સમાં ભાષણ આપ્યું, જેના પછી તેમને વૈશ્વિક સ્તરે ઓળખ મળી. 

આ પણ વાંચો: શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો

રેહાનાના પરિવારમાં કોણ કોણ છે?

શેખ રેહાનાના લગ્ન શફીક સિદ્દીકી સાથે થયા હત. જેમણે શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. શફીદ સિદ્દીકી ઢાકા યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને હાલમાં ઢાકા કોમર્સ કોલેજની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ છે. રેહાનાને ત્રણ બાળકો છે - એક પુત્ર અને બે પુત્રી. તેમના પુત્રનું નામ રાદવાન સિદ્દીકી છે જ્યારે પુત્રીનું નામ તુલીપ સિદ્દીકી અને અજમીના છે.

રાદવાન ઢાકામાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરે છે. તેનું અવામી લીગની રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં મહત્વનું યોગદાન છે. તેમની મોટી પુત્રી તુલિપ સિદ્દીક બ્રિટેનમાં લેબર પાર્ટીની સાંસદ છે.અને તે યુકેમાં ટ્રેઝરીના આર્થિક સચિવ તરીકેની જવાબદારી સંભાળી રહી છે.

કોણ છે શેખ રેહાના, જેમની સાથે શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી છે 2 - image


Google NewsGoogle News