Get The App

ટ્રમ્પને ટાર્ગેટ કરવા આવેલા હુમલાખોરની ખતરનાક કુંડળી, યુક્રેનનો ચાહક અને પુતિનનો કટ્ટર વિરોધી

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
Donald Trump Attack


Donald Trump Attack: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી હુમલો થયો છે. આ બે મહિનામાં આ બીજી ઘટના છે જેમાં ટ્રમ્પ પર હુમલો થયો હોય. યુએસ એફબીઆઈએ કહ્યું કે ટ્રમ્પ પર રવિવારે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ સ્થિત તેમના ગોલ્ફ ક્લબમાં હુમલો કરવામાં આવ્યો હતો. જો કે હુમલા બાદ ટ્રમ્પ સ્વસ્થ અને સુરક્ષિત છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ પહેલા પણ જુલાઈમાં પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન  ટ્રમ્પ પર હુમલો થયો હતો. 

ફ્લોરિડામાં ટ્રમ્પ પર બીજો હુમલો

ફ્લોરિડામાં ગોલ્ફ રમતી વખતે લગભગ 300 યાર્ડના અંતરથી ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ટ્રમ્પ બંદૂકધારીઓથી 400 થી 500 મીટર દૂર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે એકે-47 રાઈફલનો ઉપયોગ કર્યો હતો. જો કે, એજન્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોર ગોળી મારે તે પહેલા જ અટકાવી દીધો હતો. 

આ પણ વાંચો : ટ્રમ્પ પર ફરી હુમલાનો પ્રયાસ! ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી

ટ્રમ્પ પર હુમલો કરનાર રેયાન રાઉથ કોણ છે?

ટ્રમ્પ પર હુમલો કરનાર 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જણકારી મળી છે કે રેયાન હવાઈનો રહેવાસી છે. તે ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ પાસે શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેમજ રેયાનનું નામ પહેલાથી જ અનેક ડાબેરી ચળવળો સાથે સંકળાયેલું છે. 

આ પણ વાંચો : ટ્રમ્પને ફરી નિશાન બનાવાતા ભડક્યા ઈલોન મસ્ક, બાઈડેન-કમલા હેરિસ અંગે કરી વિવાદાસ્પદ પોસ્ટ

આ ઉપરાંત રેયાનની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ જાણવા મળ્યું છે કે તે યુક્રેનનો કટ્ટર સમર્થક છે. તેણે વર્ષ 2022માં યુક્રેન માટે પોતાનું સમર્થન દર્શાવતી ઘણી પોસ્ટ કરી હતી. તે પુતિનનો કટ્ટર ટીકાકાર છે. તેમજ રેયાન અવારનવાર રાજકારણ અને વર્તમાન ઘટનાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેમજ તેણે ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી વખત ટીકા કરી છે.

ટ્રમ્પને ટાર્ગેટ કરવા આવેલા હુમલાખોરની ખતરનાક કુંડળી, યુક્રેનનો ચાહક અને પુતિનનો કટ્ટર વિરોધી 2 - image


Google NewsGoogle News