નેતન્યાહૂના દેશને હચમચાવી દેનાર 'મોહમ્મદ દૈફ' ઈઝરાયેલ માટે મોસ્ટ વોન્ટેડ અને હમાસનો ચીફ કમાન્ડર છે ખૂંખાર

તેણે જુલાઈ 2002માં હમાસની મિલીટરી વિંગના ગાઝા કમાન્ડર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો

દૈફ વર્ષોથી ઈઝરાયેલની "મોસ્ટ વોન્ટેડ" યાદીમાં ટોચ પર હતા

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
નેતન્યાહૂના દેશને હચમચાવી દેનાર 'મોહમ્મદ દૈફ' ઈઝરાયેલ માટે મોસ્ટ વોન્ટેડ અને હમાસનો ચીફ કમાન્ડર છે ખૂંખાર 1 - image


Who is Mohammed Deif: શનિવારે ઈઝરાયેલમાં તેના ઈતિહાસનો સૌથી મોટો હુમલો થયો અને 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5 હજાર રોકેટ છોડવામાં આવ્યા.  જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું. આ હુમલામાં સેંકડો ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા, જેની પાછળ મોહમ્મદ દૈફ સૌથી મોટું કારણ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, લોકો જાણવા માંગે છે કે મોહમ્મદ દૈફ કોણ છે અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં તેની ભૂમિકા શું છે.

ઈઝરાયેલે કરી યુદ્ધની જાહેરાત 

શનિવારે સવારે, પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે તેના કટ્ટર દુશ્મન ઇઝરાયેલ પર 20 મિનિટની અંદર 5 હજાર રોકેટ છોડ્યા, આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી યુદ્ધની જાહેરાત કરી છે.છેલ્લા 72 કલાકથી ઈઝરાયેલના ફાઈટર જેટ ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઈન વિસ્તારો પર બોમ્બ વરસાવી રહ્યા છે.

સેંકડો ઇમારતો ફેરવાઈ કાટમાળમાં 

ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે હમાસના 400 થી વધુ સ્થાનોને નિશાન બનાવ્યા છે અને પેલેસ્ટાઇનની સેંકડો ઇમારતોને કાટમાળમાં ફેરવી દીધી છે જ્યાંથી હમાસ આતંકવાદીઓ કામ કરે છે. બંને તરફથી અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોના મોત થયા છે. હમાસ દ્વારા ઈઝરાયેલ પર આ ચોંકાવનારા હુમલા પાછળ જે વ્યક્તિનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે તેનું નામ મોહમ્મદ દૈફ છે. દૈફ હમાસની મિલીટરી વિંગનો ચીફ કમાન્ડર છે.

કોણ છે મોહમ્મદ દૈફ?

દૈફ 2002થી હમાસના મિલીટરી વિંગના ચીફ છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં તાજેતરની પ્રોફાઇલ અનુસાર, તેનો જન્મ 1960માં ગાઝામાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં મોહમ્મદ દીઆબ ઇબ્રાહિમ અલ-મસરી તરીકે થયો હતો. ગાઝા, તે સમયે  (1948 થી 1967 સુધી) ઇજિપ્તના નિયંત્રણ હેઠળ હતું. ત્યારબાદ 1967 થી 2005ની વચ્ચે, તે ઇઝરાયેલના શાસન હેઠળ હતું અને પછી તે 2005 થી 2007 સુધી પેલેસ્ટિનિયન ઓથોરિટી હેઠળ આવ્યું. 2007માં સત્તા પરિવર્તન થતા હમાસે પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું.

ઇઝરાયેલી કબ્ઝાના જવાબમાં કર્યો આ હુમલો- દૈફ

એસોસિએટેડ પ્રેસના એક રીપોર્ટ મુજબ, હમાસની મિલીટરી વિંગનો ચીફ મોહમ્મદ દૈફે જણાવ્યું હતું કે "ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ" ગાઝાની 16-વર્ષની નાકાબંધી, ઇઝરાયેલના કબજા અને તાજેતરની ઘટનાઓના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘણી વખત શેડો ફિગર તરીકે વર્ણવવામાં આવતા દૈફ વિષે થોડું જાણીએ.

દૈફના પિતા અને કાકા પણ લડી ચુક્યા છે યુદ્ધ 

મોહમ્મદ દૈફના કાકા અને પિતાએ 1950માં સશસ્ત્ર પેલેસ્ટિનિયનો દ્વારા ચલાવવામાં આવેલા ગેરિલા યુદ્ધમાં ભાગ લીધો હતો તે જ વિસ્તારમાંથી શનિવારે હમાસ દ્વારા ઇઝરાયેલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં જણાવાયું છે. દૈફે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમજ દૈફ જયારે 20 વર્ષનો હતો ત્યારે તેમને પેલેસ્ટાઈનના પ્રથમ વિદ્રોહ માટે  ઈઝરાયેલ સરકારે જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. આ વિદ્રોહમાં ઇઝરાયેલી  અધિકારીઓ પર આત્મઘાતી બોમ્બ  બ્લાસ્ટમાં ડઝનેક લોકોના મૃત્યુ માટે તેને જવાબદાર ગણાવ્યો હતો. 

1996માં 50 ઇઝરાયેલી નાગરિકોના મોતનો જવાબદાર 

1996માં એક બોમ્બ બ્લાસ્ટમાં 50થી વધુ ઇઝરાયેલી નાગરિકોના મોતનો જવાબદાર પણ દૈફને માનવામાં આવે છે. જેલવાસ બાદ તેણે સંપૂર્ણપણે હમાસ માટે કામ કરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ 2002માં હમાસની મિલીટરી વિંગનો ચીફ કમાન્ડર બની ગયો. તેના આદેશ મુજબ જ હમાસ દ્વારા ઇઝરાયેલ પર ખતરનાક હુમલો કરવામાં આવ્યો. 

હમાસની સ્થાપના 1980ના અંતમાં વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના કબ્ઝા પહેલા અને પેલેસ્ટાઇન વિદ્રોહની શરૂઆત બાદ થઇ હતી. બંને ક્ષેત્ર પર ઇઝરાયેલનું નિયંત્રણ 1967માં આરબ યુદ્ધ દરમ્યાન થયું હતું.  

નેતન્યાહૂના દેશને હચમચાવી દેનાર 'મોહમ્મદ દૈફ' ઈઝરાયેલ માટે મોસ્ટ વોન્ટેડ અને હમાસનો ચીફ કમાન્ડર છે ખૂંખાર 2 - image


Google NewsGoogle News