કોણ છે 31 વર્ષની આ મહિલા, જેણે પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી? ભાઈના અપહરણ બાદ બદલાઈ ગઈ જિંદગી
| ||
Mahrang Baloch: હાલ પાકિસ્તાનના કપરાં દિવસો ચાલી રહ્યાં છે. એકબાજુ દેશ આર્થિક તંગીથી લડી રહ્યો છે, તો બીજી તરફ લોકોએ પણ શાહબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. અત્યારે એક મહિલાએ પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં એક મહિલાએ નાપાક હરકતોથી પ્રખ્યાત પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. આ એક મહિલાથી જાણે આખુંય પાકિસ્તાન પરેશાન છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ પણ આ મહિલાનું નામ સાંભળતા જ ચોંકી જાય છે. હકીકતમાં આઝાદી પછી જ પાકિસ્તાન સરકારની સામે બલુચિસ્તાનમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. સમયાંતરે આ વિરોધ વધતો ગયો, પરંતુ હાલ બલુચિસ્તાન સંપૂર્ણ રીતે પાકિસ્તાનના વિરોધમાં ઊભું છે તેમજ આ વિરોધની આગેવાની એક મહિલા કરી રહી છે. આ મહિલાનું નામ છે મહરંગ બલોચ.
કોણ છે મહરંગ બલોચ?
31 વર્ષીય મહરંગ હાલ પાકિસ્તાનની બેચેનીનું કારણ બની છે. મહરંગે પાકિસ્તાનની સામે મોરચો માંડ્યો છે અને તે આ મોરચો અહિંસાના દમ પર ચલાવી રહી છે. તેનું આંદોલન બલુચિસ્તાનમાં થઈ રહેલા અપહરણની સામે છે. મહરંગનું માનવું છે કે, આ કામ પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યું છે અને આ જ કારણે તે પાકિસ્તાનની સામે આંદોલન કરી રહી છે.
ભાઈ ગાયબ થયો અને...
નોંધનીય છે કે, બલુચિસ્તાન પહેલાંથી જ પાકિસ્તાનને પસંદ નથી કરતું, પરંતુ 2006 માં બલુચિસ્તાનથી લોકોના અપહરણે આ વિરોધને હવા આપવાનું કામ કર્યું છે. 2017માં મહરંગના ભાઈનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. તેના અચાનક ગાયબ થવાની ઘટનાએ મહરંગ માટે આઘાતજનક હતી. બસ, ત્યારથી જ મહરંગે પાકિસ્તાન સામે મોરચો માંડ્યો છે.
સમયની સાથે મહરંગનું આંદોલન રંગ લાવ્યું અને તેણે પાકિસ્તાની રાજનીતિમાં હલચલ મચાવી દીધી. હાલ શાહબાઝ શરીફની સરકાર પણ મહરંગના આંદોલનથી ગભરાયેલી છે. મહરંગે સરકારની સામે અભિયાન ચલાવ્યું અને વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યાં. 2018 માં આ વિરોધની એવી અસર થઈ કે, મહરંગના ભાઈને અપહરણકર્તાએ પરત આપી દીધો.
આ પણ વાંચોઃ 'ભારત નક્કી કરે...શેખ હસીના અમને સોંપશો કે નહીં', બાંગ્લાદેશની નવી સરકારનું અલ્ટીમેટમ!
ડરી ગયું પાકિસ્તાન?
મહરંગનું આંદોલન રંગ લાવી રહ્યું છે. તેની રેલીઓ અને આંદોલનથી પાકિસ્તાન પણ ડરવા લાગ્યું છે. મહરંગને ન ફક્ત બલુચિસ્તાન પરંતુ પાકિસ્તાનનાં લોકો પણ પસંદ કરી રહ્યાં છે. તેની રેલીઓએ પાકિસ્તાનની શાહબાઝ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે.
મહરંગ બની લોકોનો અવાજ
મહરંગ હાલ બલુચિસ્તાનનો અવાજ બની ગઈ છે. બલુચીઓ પર થઈ રહેલાં અત્યાચારની સામે અવાજ ઉઠાવી રહેલી મહરંગને મહિલાઓ, યુવતિઓ સહિતના દરેક વર્ગનો સાથ મળી રહ્યો છે. મગરંગ જનસભાઓ દ્વારા લોકો સુધી પોતાની વાત પહોંચાડી રહી છે અને તેના કારણે પાકિસ્તાનની સરકાર બેચેન થઈ ગઈ છે.