Get The App

નસરલ્લાહના મૃત્યુ બાદ હવે હિઝબુલ્લાહની કમાન કોણ સંભાળશે? જાણો કોનું નામ સૌથી આગળ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
Hashem Safieddine


Israel Hezbollah Conflict: ઈઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહના મોત બાદ સવાલ ઊઠી રહ્યો છે કે આ આતંકી સંગઠનની કમાન કોણ સંભાળશે? જે વ્યક્તિનું પ્રથમ નામ સામે આવી રહ્યું છે તે નસરાલ્લાહના પિતરાઈ ભાઈ હાશિમ સફીદીન છે. જે શિયા સમુદાયના ધર્મગુરૂ છે અને હિઝબુલ્લાહના વરિષ્ઠ સભ્ય છે.

હાશિમ સફીદીન કોણ છે?

હિઝબુલ્લાહ લડાકુમાં હાશિમ સફીદીનને નસરાલ્લાહનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. હસન નસરાલ્લાહ 32 વર્ષ સુધી હિઝબુલ્લાહની કમાન સંભાળી હતી. પરંતુ 27મી સપ્ટેમ્બર 2024માં ઈઝરાયલના હવાઈ હુમલામાં તેનું મોત થયું હતું. હવે સંગઠન પાસે હાલમાં કોઈ નેતા નથી. હાશિમ સફીદીન હિઝબુલ્લાહની રાજકીય બાબતોનું ધ્યાન રાખે છે. તેઓ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા પણ છે. આ ઉપરાંત તે જેહાદ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે, જે સંગઠનના સૈન્ય ઓપરેશનની યોજના બનાવે છે. હાશિમ કાળી પાઘડી પહેરે છે.

આ પણ વાંચો: અનરાધાર વરસાદે નેપાળમાં તારાજી સર્જી, 66 લોકોનાં મોત, 44થી વધુ ગુમ, મકાનો પણ ડૂબ્યાં


અમેરિકાએ હાશિમ આતંકવાદી જાહેર કર્યો

હાશિમ સફીદીન પોતાને પયગંબર મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરે છે. પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેને 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. કારણ કે તેણે ઈઝરાયલ સામે મોટું યુદ્ધ શરૂ કર્યું જ્યારે ઈઝરાયલે હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો. 

ઈઝરાયલનું હિઝબુલ્લાહ સામે નોર્ધન એરોઝ ઓપરેશન

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ નામના આતંકી સંગઠન પર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં આ હુમલાઓના કારણે મહાસત્તાઓ પણ ચિંતામાં મુકાઇ ગઈ છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ પેજર હુમલાઓથી એક રીતે કહીએ તો દુનિયા જ બદલાઈ ગઈ છે. પેજર સિવાય, સોલર સિસ્ટમ અને રેડિયો નેટવર્ક પણ હેક કરવામાં આવ્યા હતા. સાયબર સિક્યોરીટી એક્સપર્ટસ આને આખી દુનિયા માટે વોર્નિંગ ગણાવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા હિઝબુલ્લાહ સામેના ઓપરેશનનું નામ નોર્ધન એરોઝ આપવામાં આવ્યું છે. અગાઉ ઈઝરાયલ આ લડાઈમાં 2000થી વધારે બોમ્બ ફેંકી ચૂક્યું છે. 

નસરલ્લાહના મૃત્યુ બાદ હવે હિઝબુલ્લાહની કમાન કોણ સંભાળશે? જાણો કોનું નામ સૌથી આગળ 2 - image



Google NewsGoogle News