કોણ છે આ હરીમ શાહ, જેને પાકિસ્તાનીઓએ ઇન્ટરનેટ પર સૌથી વધુ કરી સર્ચ
નવી દિલ્હી,તા.
13 ડિસેમ્બર 2023, બુધવાર
આ વખતે
પાકિસ્તાનના લોકો તેમના ગૂગલ સર્ચના કારણે ચર્ચામાં છે. વર્ષ 2023માં પાકિસ્તાનના લોકોએ હરિમ શાહને ગૂગલ પર સૌથી
વધુ સર્ચ કર્યું છે.
હરીમ શાહ
પાકિસ્તાનની પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇંફ્લૂએંસર છે. તેના દ્વારા બનાવેલા વીડિયોને
લાખો વ્યૂઝ મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. તે પહેલીવાર
ચર્ચામાં આવી જ્યારે તેણે ભારતના ચંદ્રયાન પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું.
થોડા સમય પહેલા
તે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં પ્રવેશી હતી. ત્યાં પ્રવેશ્યા બાદ તેણે એક
વીડિયો પણ બનાવીને પોસ્ટ કર્યો. સૌથી મોટી વાત એ છે કે વિદેશ મંત્રાલયમાં
પ્રવેશ્યા બાદ તેણે તત્કાલિન પીએમ ઈમરાન ખાનની ખુરશી પર બેસીને એક વીડિયો બનાવ્યો
હતો.
આ સિવાય તેનો એક MMS
પણ આ વર્ષે એપ્રિલમાં લીક
થયો હતો. હરિમ શાહે આરોપ લગાવ્યો હતો કે તેમના એક જૂના મિત્રએ નહાતી વખતે તેમનો MMS
લીક કર્યો હતો.
હરિમ શાહે
પાકિસ્તાનના મંત્રી શેખ રશીદ પર પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે
મંત્રી શેખ રશીદ તેને આપત્તિજનક વીડિયો મોકલે છે.
હરિમ શાહે પણ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાન ખાન વિવાદ દરમિયાન તેણે કહ્યું હતું કે જો પીટીઆઈના લોકો શાંત નહીં થાય તો તે ઈમરાન ખાનનો પ્રાઇવેટ વીડિયો લીક કરી દેશે.