અમેરિકાનો સાથ છતા નેતન્યાહૂ કેમ ડર્યા? કારણ છે ઈઝરાયલના બીજા નંબરનો સૌથી મોટો દુશ્મન 'હિઝબુલ્લાહ'

હિઝબુલ્લાહનો પ્રમુખ હસન નસરલ્લાહ છે. લેબનીઝ આર્મી કરતા પણ વધુ ખતરનાક છે તેના સૈનિકો

તેની પાછળ ઈરાન છે, જે અમેરિકા અને ઈઝરાયેલનો સૌથી મોટો દુશ્મન છે અને તેણે સીરિયામાં કર્યો છે ISISનો ખાત્મો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
અમેરિકાનો સાથ છતા નેતન્યાહૂ કેમ ડર્યા? કારણ છે ઈઝરાયલના બીજા નંબરનો સૌથી મોટો દુશ્મન 'હિઝબુલ્લાહ' 1 - image


Israel-Hamas War: હમાસને પાઠ ભણાવવા અને ગાઝા પટ્ટીમાં વિદ્રોહને ઉશ્કેરવા માટે ગાઝા બોર્ડર પર લગભગ ત્રણ લાખ ઈઝરાયલી સૈનિકો તૈનાત છે, પરંતુ ધમકીને કારણે ઈઝરાયેલના સૈનિકો અટકી ગયા છે. ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેના સૈનિકો ઈઝરાયેલ પર હુમલો કરવા માટે તૈયાર છે. વાયરલ વીડિયો દ્વારા હિઝબુલ્લાહએ ઈઝરાયેલને સંદેશ આપ્યો છે કે તેનો હુમલો એવો હશે કે તે તેને રોકી શકશે નહીં. હિઝબુલ્લાહએ પોતાના વીડિયોમાં કમાન્ડો ઓપરેશનનો સંકેત આપ્યો છે.

ઇઝરાયેલનો બીજા નંબરનો સૌથી મોટો દુશ્મન

હિઝબુલ્લાહએ ઈઝરાયેલને ધમકાવવાની સાથે અમેરિકાને પણ ચેતવણી આપી છે કે જો તે આગળ વધશે તો તેની સેનાને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવશે. હિઝબુલ્લાહની આ ચેતવણીને ઇઝરાયેલ દ્વારા ખુબ ગંભીરતાથી લેવામાં આવી છે. કારણકે વર્ષ 2006માં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 34 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. જેમાં ઇઝરાયેલને પીછેહઠ કરવી પડી હતી. આથી હમાસ સાથેની લડાઈમાં ઇઝરાયેલ હિઝબુલ્લાહને બીજો સૌથી મોટો દુશ્મન માની રહ્યું છે. 

અમેરિકી યુદ્ધ કાફલાને કરી શકે નષ્ટ 

ઇઝરાયેલના સમર્થનમાં આવનારું અને હથિયાર અને ટેકનોલોજીમાં વિકસિત અમેરિકાને પણ હિઝબુલ્લાહએ ડરાવી દીધું છે. હિઝબુલ્લાહ પાસે એન્ટી શિપ મિસાઈલ છે. જેના ઉપયોગથી એ અમેરિકી યુદ્ધ કાફલાને નષ્ટ કરી શકે છે. અમેરિકાએ તેનો સૌથી મોટો યુદ્ધ કાફલો USS જેરાલ્ડ ફોર્ડને પૂર્વીય ભૂમધ્ય સાગરમાં મોકલ્યો છે.

કોણ છે હિઝબુલ્લાહ?

હિઝબુલ્લાહ જેનો અર્થ છે ઈશ્વરનો પક્ષ. જે ઈરાનના શિયા સમર્પિત સશસ્ત્ર અને રાજનૈતિક સમૂહ છે. તેની રચના 1982માં દક્ષિણી લેબનોન પર કબજો મેળવવા ઇઝરાયેલ સાથે લડવા માટે કરવામાં આવી હતી. ઇઝરાયેલ અને અમેરિકા જેવા દેશ તેને એક આતંકવાદી સંગઠન માને છે. જયારે ભારત, રશિયા, ચીન, કતાર અને ઈરાન જેવા દેશો તેને આતંકી સંગઠન માનતા નથી. UN હિઝબુલ્લાહને એક મિલીશીયા માને છે. તેની પાસે સશસ્ત્ર સૈનિકોની ટુકડી છે. એવું કહેવાય છે કે ઈરાન આ સંગઠનને ફંડ આપે છે અને તમામ પ્રકારના હથિયાર પણ આપે છે.

નેતન્યાહૂ શા માટે છે ચિંતામાં?

હિજબુલ્લાહનો પ્રમુખ હસન નસરલ્લાહ છે. જેના સૈનિકો લેબનોન કરતા પણ વધુ ખતરનાક છે. જેનું કારણ ઈરાન છે. ઈરાન એ અમેરિકા અને ઇઝરાયેલનું સૌથી મોટું દુશ્મન છે. આ સંગઠને રશિયાની સાથે માંડીને સીરિયામાં ISISના આતંકી સંગઠનનો સફાયો કર્યો હતો. ઈરાનના આદેશના કારણે હિજબુલ્લાહએ સીરિયાને ISIS સાથે યુદ્ધ કર્યું હતું.

ઈઝરાયેલે લેબનોનથી જ કરવી પડી હતી પીછેહઠ 

2006માં હિજબુલ્લાહ સાથે યુદ્ધમાં ઈઝરાયેલે લેબનોનથી જ પીછેહઠ કરવી પડી હતી. એવામાં ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતયાન્હૂ લેબનોનના મુદ્દે ખુબ વિચારીને આગળ વધે છે. પરંતુ હિજબુલ્લાહ સાફ કહી રાખ્યું છે કે તે ઇઝરાયેલ પર હુમલો કરશે. જેના માટે તેને તેના સૈનિકોને પણ એલર્ટ કરી દીધા છે. 

ક્યાં છે સૌથી વધુ ખતરો? 

હિઝબુલ્લાહએ કહ્યું છે કે જો ઈઝરાયેલ ગાઝામાં ઘૂસણખોરી કરશે તો તે ઈઝરાયેલ પર ઉત્તરીય સરહદેથી સીરિયા તરફથી હુમલો કરશે. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે લગભગ 130 કિલોમીટર લાંબી સરહદ છે. ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્રનું શાંતિ મિશન છે, જેમાં ભારતીય સૈનિકો પણ તૈનાત છે. એટલા માટે ગાઝા કરતાં ઇઝરાયેલ આ મોરચે વધુ તણાવ ધરાવે છે. શનિવારના હુમલા બાદ હિઝબુલ્લાહએ કહ્યું હતું કે તે આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પેલેસ્ટાઈન સાથે સીધા સંપર્કમાં છે.   

અમેરિકાનો સાથ છતા નેતન્યાહૂ કેમ ડર્યા? કારણ છે ઈઝરાયલના બીજા નંબરનો સૌથી મોટો દુશ્મન 'હિઝબુલ્લાહ' 2 - image


Google NewsGoogle News