Get The App

ટ્રમ્પની જીત સાથે 'ભારતના જમાઈ' બનશે અમેરિકાના ઉપ પ્રમુખ, જાણો કોણ છે જે.ડી. વેન્સ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની જીત સાથે 'ભારતના જમાઈ' બનશે અમેરિકાના ઉપ પ્રમુખ, જાણો કોણ છે જે.ડી. વેન્સ 1 - image


US Elections 2024: અમેરિકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો બુધવારે એટલે કે આજે આવી ગયા છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત મળી છે. જીત બાદ ટ્રમ્પે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન અમેરિકાના ઉપ પ્રમુખ તરીકે જેડી વેન્સની નિમણૂક થશે. તેમના પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળના છે. એ રીતે તેઓ ભારતના જમાઈ ગણાય. આવો જાણીએ કોણ છે, જેડી વેન્સ.   

જેડીએ એક સમયે ટ્રમ્પને ગણાવ્યા હતા હિટલર

તમને જણાવી દઇએ કે જેડી વેન્સ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ન હતા. એક સમય હતો જ્યારે, જેડી વેન્સે ડોનાલ્ડ ટ્રમ્પને હિટલર ગણાવ્યા હતા અને તેમની ઉમેદવારીનો પણ વિરોધ કર્યો હતો. 

ક્યારે થયો જેડી વેન્સનો જન્મ

જેમ્સ ડેવિડ વેન્સનો જન્મ 2 ઓગસ્ટ 1984 ના રોજ અમેરિકામાં થયો હતો.  જેડી વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પના મજબૂત સાથી બનીને ઊભરી આવ્યા છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી 2024ના પરિણામ બાદ જેડી વેન્સ સંયુક્ત રાજ્ય અમેરિકાના ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમણે 2023થી ઓહાયોથી જુનિયર યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર તરીકે કામ કર્યું છે. 

આ પણ વાંચો:  US Election Results: અમેરિકાની ચૂંટણીના પરિણામોમાં કયા રાજ્યમાં કોણ આગળ, ગુજરાતી વસ્તી ધરાવતા રાજ્યોમાં કોણે મારી બાજી

જેડી વેન્સે સૈન્ય પત્રકારના રૂપમાં કર્યું કામ

જેડી વેન્સ હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી યુએસ મરીન કોર્પ્સમાં જોડાઇ ગયા હતા. ત્યાં તેમણે 2003થી 2007 સુધી એક સૈન્ય પત્રકારના રૂપમાં કામ કર્યું. તેમણે ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટી અને યેલ લૉ સ્કૂલમાંથી સ્નાતક કર્યું છે.  

જેડીએ વકીલના રૂપમાં પણ કર્યું કામ

આ દરમિયાન જેડી વેન્સે એક કોર્પોરેટ વકીલના રૂપમાં થોડો સમય કામ કર્યું. આ પહેલાં તેમણે ટેક ઉદ્યોગમાં પોતાનું કરિયર શરૂ કર્યું. જેડી વેન્સના સંસ્મરણ (હિલબિલી એલેજી) 2016 માં પ્રકાશિત થયા હતા. ત્યારબાદ તેમના સંસ્મરણો પરથી 2020માં એક ફિલ્મ પણ બની હતી.  

એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પનો કર્યો હતો વિરોધ

વર્ષ 2016 ની ચૂંટણીમાં જેડી વેન્સે ટ્રમ્પની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. બીજી તરફ અમેરિકાના પ્રમુખ બન્યા બાદ જેડી વેન્સ ટ્રમ્પના એક મજબૂત સમર્થક બની ગયા હતા. જેડી વેન્સે ડેમોક્રેટિક ઉમેદવાર ટિમ રયાનને હરાવીને ઓહાયોમાં 2022માં સેનેટની ચૂંટણી જીત્યા હતા. ટ્રમ્પને રિપબ્લિકન નેશનલ કન્વેન્શન પહેલાં વેન્સે પોતાના રનિંગ મેટ સિલેક્ટ કર્યા હતા. જેડી વેન્સે પોતાના સામાજિક-રાજકીય હોદ્દા પર કેથોલિક ધર્મશાસ્ત્રના પ્રભાવને સ્વીકાર્યો છે.  

કમલા  હેરિસ Exit તો ઉષાની Entry

કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે. તેમની માતા ભારતીય છે અને તેમના પિતા આફ્રિકન અમેરિકન હતા. કમલા હેરિસની વિદાય બાદ પણ અમેરિકાના ઉપ પ્રમુખ પદનું કનેક્શન ભારત સાથે જોડાયેલું રહેશે. તેનું કારણ એ છે કે, અમેરિકન ઉપ પ્રમુખ પદના રિપબ્લિકન ઉમેદવાર જેડી વેન્સનો ભારત સાથે નાતો છે. તેમણે ભારતીય મૂળની ઉષા વેન્સ સાથે લગ્ન કર્યા છે. 

ઉષા વેન્સનું ભારત સાથે કનેક્શન

જેડી વેન્સના પત્ની ઉષા હિંદુ છે. ઉષા વેન્સનું ભારતના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લા પામર્રુ સાથે નાતો છે. તેમના માતા-પિતા લક્ષ્મી અને રાધાકૃષ્ણ ચિલુકુરીના રહેવાસી હતા, જે રોજગારની શોધમાં અમેરિકા ગયા હતા.  38 વર્ષીય ઉષાના માતા-પિતા 1970 ના દાયકામાં અમેરિકા જતા રહ્યા અને હવે સૈન ડિએગોમાં એન્જિનિયરિંગ સહિતના વિષયો ભણાવે છે. ઉષાનો ઉછેર સેન ડિએગોમાં થયો છે. તેમનું શિક્ષણ અહીંની માઉન્ટ કાર્મેસ સ્કૂલમાં થયું છે. ત્યારબાદ તેમણે યેલ યુનિવર્સિટીથી હિસ્ટરીમાં બીએ અને કેમ્બ્રિજમાંથી મોર્ડન હિસ્ટરીમાં એમ.ફિલ. કર્યું છે.  

વકીલ છે ઉષા વેન્સ

કોલેજ બાદ તેમણે યેલ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણ દર્શન શાસ્ત્રમાં કેમ્બ્રિજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. થોડા મહિના સુધી વકીલ અને જ્યુડિશિયલ ક્લાર્કના રૂપમાં કામ કર્યું. તેમણે સિવિલ લિટિગેશનના કેસ ઉકેલવામાં મહારત પ્રાપ્ત કરી છે. જોકે બીજી તરફ ઘણાં મહિનાઓથી તે પોતાનું કામ છોડીને પોતાના પતિ માટે પ્રચાર અભિયાનમાં વ્યસ્ત હતાં.  

યેલમાં વકીલાતના અભ્યાસ વખતે ઉષા વેન્સ જર્નલ ઓફ લૉ એન્ડ ટેક્નોલોજીમાં મેનેજિંગ એડિટર પણ હતા. તેમણે સુપ્રીમ કોર્ટ એડૅવોકેસી ક્લિનિક, મીડિયા ફ્રીડમ એન્ડ ઇન્ફોર્મેશન એક્સેસ ક્લિક અને ઇરાકી શરણાર્થી સહાયતા પ્રોજેક્ટમાં પણ ભાગ લીધો હતો. 


Google NewsGoogle News