ઇઝરાયલે હમાસના વધુ એક ટોપ કમાન્ડરને ઠાર માર્યો, જાણો કોણ હતો અલ-હાદી
Israel-Hamas: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલની સેનાએ હમાસના ટોચના કમાન્ડર અબ્દ અલ-હાદી સબાને મારી નાખ્યો છે. IDFનો દાવો છે કે હાદી 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો અને તેણે યહૂદી વસાહત પર હુમલો કર્યો હતો.
આતંકવાદી હુમલાઓનું નેતૃત્વ કર્યું હતું
ઇઝરાયલી સેના અને શિન બેટના જણાવ્યા અનુસાર અલ-હાદી યુનિસમાં હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડરોએ ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. IDFએ કહ્યું કે, 'અલ-હાદીએ ઇઝરાયલના કિબુટ્ઝ નીર ઓઝ પર આતંકવાદી હુમલાનું નેતૃત્વ કર્યું હતું. અહીંથી ડઝનબંધ લોકોનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.'
કોણ છે અબ્દ અલ-હાદી?
અબ્દ અલ-હાદી સબા ખાન હમાસના નેતાઓમાંનો એક હતો જેણે ઇઝરાયલમાં 7 ઑક્ટોબરના હત્યાકાંડ દરમિયાન કિબુત્ઝ નીર ઓઝમાં ઘૂસણખોરી કરી હતી. આ અંગે IDF એ ટ્વીટ કર્યું છે કે, 'હાદીએ યુદ્ધ દરમિયાન IDF સૈનિકો પર ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા હતા. અબ્દ અલ-હાદી દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં માર્યો ગયો હતો.' ઇઝરાયલની સુરક્ષા એજન્સીઓ અને IDFનું કહેવું છે કે, 'તેણે આ ઓપરેશન ઈન્ટેલિજન્સ એજન્સીના આધારે કર્યું હતું. તે હમાસના ઘણા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે.'
7 ઑક્ટોબર, 2023 ના હુમલામાં 1200થી વધુ લોકો માર્યા ગયા
7 ઑક્ટોબર, 2023 ના રોજ, હમાસ દ્વારા ઇઝરાયલ પર મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા. 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે આમાંથી 100થી વધુ લોકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલનું લશ્કરી આક્રમણ 7 ઑક્ટોબર 2023 થી અત્યાર સુધી ચાલુ છે.
તબીબી સુવિધાઓ પર 136 હુમલા કર્યા
ગાઝાના આરોગ્ય મંત્રાલયના નવા અનુમાન મુજબ, હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45,541 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 1,08,338 ઘાયલ થયા છે. યુએનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલે 12 ઑક્ટોબર, 2023 થી 30 જૂન, 2024 સુધીમાં ઓછામાં ઓછી 27 હોસ્પિટલો અને 12 અન્ય તબીબી સુવિધાઓ પર 136 હુમલા કર્યા છે.
હમાસના 14 આતંકીઓનો ખાત્મો
આ પહેલા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના 162મા સ્ટીલ ડિવિઝને એક ઓપરેશનમાં જબાલિયા અને બીત લાહિયા વિસ્તારમાં હમાસના 14 આતંકીઓને ઠાર કર્યા હતા. આમાંના ઘણા આતંકવાદીઓ 7 ઑક્ટોબરના હુમલામાં સામેલ હતા. IDFએ આ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલુ રાખ્યું છે. તાજેતરમાં પણ હમાસના ઘણા લડવૈયાઓ માર્યા ગયા હતા.