Get The App

ભારત-અમેરિકાના સંબંધોના પાયા મજબૂત... અદાણી પર લાગેલા આરોપો પર વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
White House on Adani Bribery Charges


White House on Adani Bribery Charges: ભારતના સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સહિતના આઠ લોકો પર પ્રોજેક્ટ માટે લાંચ આપવાનો આરોપ છે. હવે આ લાંચ અને છેતરપિંડીના આરોપ પર વ્હાઇટ હાઉસની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. 

અદાણી કેસ પર વ્હાઇટ હાઉસે શું કહ્યું?

અદાણી કેસમાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કરીન જીન-પિયરે કહ્યું છે કે, 'અમે અદાણી પર લાગેલા આરોપોથી વાકેફ છીએ. તેની સામેના આરોપો જાણવા અને સમજવા માટે અમારે યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ પાસે જવું પડશે.'

ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત છે 

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો સવાલ છે, હું માનું છું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે આ સંબંધ ભવિષ્યમાં પણ સારા રહેશે. ખરેખર, આ એક એવો મામલો છે, જેના સંબંધમાં તમે SEC અને DOJ સાથે સીધી વાત કરી શકો છો. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે.'

આ પણ વાંચો: કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેના તમામ કરાર કર્યા રદ, અમેરિકામાં આરોપો બાદ નિર્ણય

અદાણી ગ્રૂપ પર શું આરોપ છે?

યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ તેમજ અમેરિકાના પ્રોસિક્યુટરે અદાણી ગ્રીનના બોર્ડ સભ્યો પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડૉલરની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અદાણી ગ્રૂપ પર આરોપ છે કે, તેઓ 265 મિલિયન ડૉલરનો બૉન્ડ ઇશ્યૂ લાવીને ફંડ ભેગું કરવા માંગતા હતા. આ ફંડનો ઉપયોગ તેઓ કથિત રીતે ભારતના અધિકારીઓને લાંચ આપવા કરવાના હતા કારણ કે, અદાણી ગ્રીનને એક પ્રોજેક્ટ મેળવવો હતો. આ ફંડ ભેગું કરવામાં પણ અદાણી ગ્રૂપે નીતિનિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. અમેરિકામાં પોતાની કંપનીને સૌર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અપાવવા ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલર(આશરે રૂ. 2236 કરોડ)ની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ માટે અદાણી ગ્રૂપે અમેરિકાના રોકાણકારોને આ કોન્ટ્રાક્ટના માધ્યમથી 20 વર્ષમાં બે અબજ ડૉલરથી વધુ નફાના વચન અને ખોટા દાવા કરીને લોન-બૉન્ડ્સ દ્વારા ફંડ ઉઘરાવ્યા હતા.

ભારત-અમેરિકાના સંબંધોના પાયા મજબૂત... અદાણી પર લાગેલા આરોપો પર વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા 2 - image



Google NewsGoogle News