ખૂંખાર બની ગયેલા વ્હાઈટ હાઉસના ડોગ કમાન્ડરને હટાવી દેવામાં આવ્યો, 11 લોકોને બચકા ભરી ચૂક્યો છે બાઈડેનનો આ ખાસ ડોગ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ખૂંખાર બની ગયેલા વ્હાઈટ હાઉસના ડોગ કમાન્ડરને હટાવી દેવામાં આવ્યો, 11 લોકોને બચકા ભરી ચૂક્યો છે બાઈડેનનો આ ખાસ ડોગ 1 - image

Image Source: Twitter

- તાજેતરમાં જ આ બે વર્ષીય જર્મન શેફર્ડે વધુ એક અમેરિકી સીક્રેટ સર્વિસ એજન્ટને બચકુ ભરી લીધુ હતું

નવી દિલ્હી, તા. 05 ઓક્ટોબર 2023, ગુરૂવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના ખૂંખાર ડોગ કમાન્ડરને વ્હાઈટ હાઉસમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ કૂતરો અત્યાર સુધીમાં 11 લોકોને બચકા ભરી ચૂક્યો છે. આ ઘટના બાદથી ખૂંખાર ડોગ કમાન્ડરને લઈને વ્હાઈટ હાઉસમાં તણાવનો માહોલ હતો. તાજેતરમાં જ આ બે વર્ષીય જર્મન શેફર્ડે વધુ એક અમેરિકી સીક્રેટ સર્વિસ એજન્ટને બચકુ ભરી લીધુ હતું. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 11 એજન્ટોને ભર્યા બચકા

વ્હાઈટ હાઉસે ગઈ કાલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કૂતરો સ્ટાફના અનેક સદસ્યોને બચકા ભરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં બાઈડેનના બે વર્ષીય જર્મન શેફર્ડને અજ્ઞાત સ્થાન પર મોકલી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કૂતરો 2021માં પ્રેમાળ ગલુડિયાના રૂપમાં વ્હાઈટ હાઉસ પહોંચ્યો હતો. પરંતુ તેણે થોડા સમયથી ખૂબ જ આતંક મચાવી રાખ્યો હતો. વ્હાઈટ હાઉસે પોતે સ્વીકાર કર્યું છે કે, બાઈડેનના ડોગ કમાન્ડર અત્યાર સુધીમાં 11 એજન્ટોને બચકા ભરીને ઘાયલ કરી ચૂક્યો છે. એક અહેવાલ પ્રમાણે તેની સાચી સંખ્યા આના કરતા વધારે છે અને કૂતરાએ વ્હાઈટ હાઉસના અન્ય કર્મચારીઓને પણ બચકા ભર્યા છે.

વ્હાઈટ હાઉસની સૂરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ

બાઈડેનના પત્ની ઝિલના સંચાર ડિરેક્ટર એલિઝાબેથ એલેક્ઝાન્ડરે એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા વ્હાઈટ હાઉસમાં કામ કરનારા લોકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર છે. આવી સ્થિતિમાં તેમણે ખૂંખાર બની રહેલા ડોગ કમાન્ડરને અહીંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આગળ કહ્યું કે, તેઓ યુએસ સીક્રેટ સર્વિસ અને તેમાં સામેલ તમામ લોકોની ધીરજ અને સમર્થન માટે આભારી છે. ડોગ કમાન્ડર હાલમાં વ્હાઈટ કેમ્પસમાં નથી. જોકે,તેને ક્યાં લઈ જવામાં આવ્યો તે અંગે કોઈ જાણકારી નથી. 


Google NewsGoogle News