VIDEO : આકાશમાં સ્ટંટ કરતાં કરતાં વિમાન થયું સમુદ્રમાં ગરકાવ, પાઇલટ મૃત્યુ પામ્યો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
VIDEO : આકાશમાં સ્ટંટ કરતાં કરતાં વિમાન થયું સમુદ્રમાં ગરકાવ, પાઇલટ મૃત્યુ પામ્યો 1 - image


Image: X

Pilot Dies after Plane Crash in France: આકાશમાં સ્ટંટ કરતાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે. ફ્રાંસના દક્ષિણ પૂર્વ ભાગમાં એક એરોબેટિક પ્લેન સમુદ્રની ઉપર ક્રેશ થઈ ગયુ. વિમાન ક્રેશ થયા બાદ પાયલટ અંદર ફસાઈ ગયો. આ ઘટનામાં પાયલટનું મોત નીપજ્યુ. ફ્રેન્ચ એર ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે ફૌગા મેજિસ્ટર વિમાન ફ્રેન્ચ એર ફોર્સની એક્રોબેટિક ફ્લાઈંગ ટીમની સાથે ઉડાન ભરી રહ્યુ હતું. આ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયુ.

પાયલટનો મૃતદેહ જપ્ત

ફૌગા મેજિસ્ટર વિમાન બીજા વિશ્વ યુદ્ધ બાદ બનાવવામાં આવ્યુ હતું. તેનો ઉપયોગ ફ્રેન્ચ એર ફોર્સમાં ટ્રેનિંગ માટે કરવામાં આવે છે. વિમાનમાં કોઈ ઈજેક્શન સીટ હાજર નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેન ક્રેશ થવાના થોડા સમય બાદ જ 65 વર્ષીય પાયલટનો મૃતદેહ જપ્ત કરી દેવાયો. વાયુ સેનાનો શો પણ રદ કરી દેવાયો છે.

રાફેલ વિમાનોની થઈ હતી ટક્કર

આ પહેલી વખત નથી કે જ્યારે ફ્રાંસમાં કોઈ મોટી વિમાન દુર્ઘટના જોવા મળી હોય. આ પહેલા બુધવારે આકાશમાં બે રાફેલ વિમાનની જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં પણ બે પાયલટના મોત નીપજ્યા. બુધવારની રાત્રે 10.30 વાગે કોલંબો લેસ બેલ્સ પર ઉડાન ભરી રહેલા બે રાફેલ વિમાન અંદરોઅંદર ટકરાઈ ગયા હતાં. આ વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયો અને વિમાનમાં બેસેલા બે પાયલટોએ જીવ ગુમાવ્યા. 10 કલાકની તપાસ બાદ બંને પાયલટના મૃતદેહ જપ્ત કરી દેવાયા.

રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી હતી

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ શેર કરતાં બંને પાયલટોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઘટનાને હજુ બે દિવસ પણ વીત્યા નથી કે ફ્રાંસમાં ફરીથી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી ગયા.


Google NewsGoogle News