ફ્રોમ મોસ્કો વિથ લવ, લોકસભા 1952ની ચૂંટણીમાં એક પક્ષે રશિયાના રેડિયો પર પ્રચાર કર્યો હતો...
દેશમાં પહેલીવાર 1952 માં સામાન્ય ચૂંટણીઓ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું
મોસ્કો રેડિયોએ ચાર મહિના સુધી CPI માટે પ્રચાર કર્યો
Image Wikipedia |
Indian Election Capaign in Moscow: ભારતને વર્ષ 1947માં આઝાદી મળી અને 1950માં દેશ પ્રજાસત્તાક બન્યો. ત્યારે દેશમાં પહેલીવાર 1952 માં સામાન્ય ચૂંટણીઓ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ સમય અલગ હતો, તેમજ ચૂંટણીના પ્રચાર માટેની પદ્ધતિઓ પણ અલગ હતી. એ સમયે રાજકીય પક્ષો પાસે બહુ પૈસા પણ ન હતા અને કોઈ વિશેષ સંસાધનો પણ નહોતા. તેથી કોંગ્રેસને લઈને તમામ રાજકીય પક્ષો ખૂબ જ મર્યાદિત પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ તેમા એક એવો પક્ષ હતો જેનો ચૂંટણી પ્રચાર ભારતમાંથી નહીં પરંતુ વિદેશમાંથી અને તે પણ વિદેશી રેડિયો સ્ટેશન પરથી કરવામાં આવ્યો હતો.
પહેલીવાર ચૂંટણી પ્રચાર આ રીતે કરવામાં આવ્યો હતો
ભારતની પહેલી સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારની પદ્ધતિઓ ખૂબ જ અલગ અને અનોખા પ્રકારની હતી. વિવિધ જગ્યાઓની દીવાલો પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર માટે સૂત્રો લખવામાં આવ્યા હતા. તો વળી કેટલીક જગ્યાએ પશુઓની પીઠ પર પ્રચાર માટે સૂત્રો લખવામાં આવ્યા હતા. લાઉડ સ્પીકરથી ચૂંટણી પક્ષો દ્વારા એટલા મોટા પ્રમાણમાં ઘોંઘાટ કરવામાં આવતો હતો કે, લોકોને પણ તેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે ટીવી કે ઈન્ટરનેટની કલ્પના પણ ન હતી. તેથી ઘણા લાંબા સમય સુધી ભારતીય ચૂંટણીમાં જગતમાંથી આ માધ્યમ ગાયબ રહ્યું.
ભારતના સામ્યવાદી આંદોલનમાં સોવિયેત નેતાઓને ઊંડો રસ હતો
ભારતની આઝાદી પહેલા સોવિયેત સંઘની નજર પણ ભારત પર ટકેલી હતી. સોવિયેત સંઘમાં સામ્યવાદી શાસનની સ્થાપના પછી ત્યાંની સરકાર ઈચ્છતી હતી કે દુનિયાભરમાં સામ્યવાદી આંદોલનને ફેલાવીએ. તેથી સોવિયેત સંઘના દિગ્ગજ નેતાઓ ભારતમાં ખાસ રસ લેતા હતા. જેમાં લેનિન અને સ્ટાલિન જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે.
સ્ટાલિને મોસ્કો રેડિયોને સૂચના આપી
ભારતમાં વર્ષ 1925માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI )ની રચના થઈ. આ પાર્ટીએ મજૂરો અને કામદારો વચ્ચે એક આધાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પહેલી સામાન્ય ચૂંટણીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે સોવિયેત સંઘના તત્કાલીન વડા સ્ટાલિન આ ચૂંટણીઓમાં ખૂબ રસ લઈ રહ્યા હતા. તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને મદદ કરવા માટે મોસ્કો રેડિયોને સૂચના આપી હતી કે તેના દ્વારા સીપીઆઈનું ચૂંટણીનો પ્રચાર શરુ કરવામાં આવે.
મોસ્કો રેડિયોએ ચાર મહિના સુધી CPI માટે પ્રચાર કર્યો
મોસ્કો રેડિયોએ ઑક્ટોબર 1951થી લઈને ફેબ્રુઆરી 1952 સુધી સતત તેના કેન્દ્રમાંથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કાર્યક્રમોનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું. ત્યારે આ સામાન્ય ચૂંટણી ચાર મહિના સુધી ચાલી હતી. અને મોસ્કો રેડિયો દ્વારા સતત પ્રચાર કરવામાં આવ્યા હતો. તે સમયે લોકો માટે રેડિયો જ એક માત્ર શ્રાવ્ય માધ્યમ હતું. બીબીસીએ પણ તેના રિપોર્ટમાં તેની પૃષ્ટિ હતી કે, કેવી રીતે પહેલી સામાન્ય ચૂંટણીમાં મોસ્કો રેડિયો દ્વારા ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો