જંગલો કપાઈ રહ્યા છે ત્યારે કયા દેશમાં સૌથી વધુ વૃક્ષો છે? આંકડા જાણીને તમને પણ નવાઈ લાગશે
Image:Freepik
Trees in World : જંગલોનો ઉપયોગ મનુષ્યની સુખ સુવિધાઓને પૂરી કરવા માટે થાય છે. જેના કારણે મોટા ભાગના જંગલોને કપાઇ રહ્યા છે, જેની અસર પર્યાવરણ પર થઈ રહી છે, જેના કારણે હાલમાં પણ ઘણા દેશો ક્લાઈમેટ ચેન્જના જોખમનો સામનો કરી રહ્યા છે, જ્યારે એક એવો દેશ પણ છે જે વિશ્વમાં સૌથી વધુ વૃક્ષો ધરાવે છે.
રશિયા વિશ્વમાં સૌથી વધુ વૃક્ષો માટે જાણીતું છે. આ દેશમાં વૃક્ષોની સંખ્યા 641 અબજ છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ
વિસ્તારની દ્રષ્ટિએ રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ છે. આ દેશની કુલ જમીનના લગભગ 45 ટકા જંગલો આવરી લે છે. જેનો વિસ્તાર ભારત કરતા લગભગ 5 ગણો વધારે છે. વિસ્તાર 17,125,191 કિમી છે. રશિયામાં જંગલ વિસ્તાર આશરે 8,249,300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
વિશ્વમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતો બીજો દેશ
કેનેડાનું નામ આ યાદીમાં બીજા ક્રમે આવે છે. કેનેડાના જંગલ વિસ્તારનું કુલ કદ આશરે 4,916,438 ચોરસ કિમી છે. તે દેશના કુલ જમીન વિસ્તારના લગભગ 30% વિસ્તારને આવરી લે છે. ત્રીજા નંબર પર બ્રાઝિલનું નામ આવે છે. એમેઝોન એ વિશ્વનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ છે, જેમાંથી લગભગ 60% બ્રાઝિલમાં સ્થિત છે. તેથી, બ્રાઝિલમાં લગભગ 4,776,980 ચોરસ કિલોમીટરનો વિશાળ જંગલ વિસ્તાર છે, જે દેશના કુલ જમીન વિસ્તારના લગભગ 56% છે. આ જ કારણ છે કે,આ યાદીમાં બ્રાઝિલનું નામ ત્રીજા નંબરે આવે છે.