અંતરિક્ષથી પૃથ્વી પર પરત ક્યારે ફરશે સુનીતા વિલિયમ્સ, નાસાએ આપી નવી જાણકારી
Image: Facebook
NASA: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના બે અંતરિક્ષ યાત્રીઓ (સુનીતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર) ને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) થી પાછા ફરવામાં એક મહિનાથી વધુ મોડું થઈ ગયું છે અને તેમના બોઈંગ કેપ્સૂલમાં આવેલી તકલીફને એન્જિનિયર દ્વારા દૂર કરવા સુધી તે આઈએસએસ પર જ રહેશે. જુલાઈ મહિનામાં પણ બંને પૃથ્વી પર પાછા આવી શકશે નહીં. આ જાણકારી અધિકારીઓએ ગુરુવારે આપી છે.
ટેસ્ટ પાયલટ બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સે અંતરિક્ષ પ્રયોગશાળામાં લગભગ એક અઠવાડિયું રહેવાનું હતું અને જૂનના મધ્યમાં પાછું ફરવાનું હતું પરંતુ બોઈંગની નીચે નવા સ્ટારલાઈનર કેપ્સૂલમાં થ્રસ્ટરમાં ગડબડી આવવાથી અને હીલિયમના લીકેજના કારણે નાસા અને બોઈંગે વધુ સમય સુધી ત્યાં રોકાવું પડ્યું. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે મિશન મેનેજર વાપસીની તારીખની જાહેરાત કરવા માટે તૈયાર નથી.
એન્જિનિયરોએ ગયા અઠવાડિયે ન્યૂ મેક્સિકોના રણમાં એક સ્પેર થ્રસ્ટર પર પરીક્ષણ પૂરું કર્યું જેથી એ જાણકારી મેળવી શકાય કે ડોકિંગ દરમિયાન શું ભૂલ થઈ અને પૃથ્વી પર વાપસીની યાત્રાની તૈયારી કરી શકાય. રવાનગીના એક દિવસ બાદ છ જૂને કેપ્સૂલના અંતરિક્ષ સ્ટેશન નજીક પહોંચવા પર પાંચ થ્રસ્ટરમાં ગડબડી આવી ગઈ. ત્યારથી ચાર થ્રસ્ટરને ફરીથી ચાલુ કરાઈ ચૂક્યા છે.
સ્પેસ શટલનું સેવાથી હટ્યા બાદ નાસાએ અંતરિક્ષ યાત્રીઓની અંતરિક્ષ સ્ટેશન પર અવરજવર માટે ખાનગી કંપનીઓને કામ પર રાખ્યા છે. જેના માટે બોઇંગ અને સ્પેસએક્સને અબજો ડોલરની ચૂકવણી કરવામાં આવી છે. આ બોઈંગની પહેલી પરીક્ષણ ઉડાન હતી જેમાં ક્રૂ મેમ્બર સવાર હતાં. સ્પેસએક્સ 2020થી માનવીને અંતરિક્ષમાં લઈ જઈ રહ્યું છે.