VIDEO | આકાશમાંથી કર્યો 10 લાખ ડૉલરનો વરસાદ, હેલિકોપ્ટરની લીધી મદદ, જાણો શું હતું કારણ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
VIDEO | આકાશમાંથી કર્યો 10 લાખ ડૉલરનો વરસાદ, હેલિકોપ્ટરની લીધી મદદ, જાણો શું હતું કારણ 1 - image

image : Screen Grab / Instagram 


1 million dollars rained from the sky : પૈસાનો વરસાદ થયાની વાતો તમે લોકોના મોઢે કહેવત તરીકે સાંભળ્યું હશે પણ ચેક રિપબ્લિકમાં (Czech Republic) સાચે જ ડૉલરનો વરસાદ થવા લાગ્યો જેને લૂંટવા માટે લાખો લોકો પ્લાસ્ટિક બેગ લઈને એકઠાં થયા હતા. ચાલો તમને જણાવીએ કે આખરે આ ડૉલરનો વરસાદ કોણે અને કયા કારણોસર કર્યો? 

કોણે અને કેમ લૂંટાવ્યા પૈસા? 

ચેક રિપબ્લિકના ઈન્ફ્લુએન્સર અને ટીવી હોસ્ટ કામિલ બાર્તોશેકે (kazma_kazmitch) લીઝ નેડ લેબેમ ટાઉન નજીક  આ ડૉલરનો વરસાદ કર્યો હતો. તેને કાઝ્મા નામે પણ ઓળખાય છે.  ખરેખર તો તેણે આ પૈસા એક કોન્ટેસ્ટ વિનર માટે રાખ્યા હતા. જેણે સાચો જવાબ આપ્યો હોત તેને આ 10 લાખ ડૉલરનું ઈનામ મળ્યું હોત પણ કોઈ સાચો જવાબ ન આપી શક્યો એટલે કાઝ્માએ બીજો પ્લાન બનાવ્યો. 

વહેલી સવારે લોકોને ઈમેલ મારફતે જાણ કરી 

કાઝ્માએ નિર્ણય કર્યો કે આ પૈસા તમામ કન્ટેસ્ટન્ટને આપશે. જોકે તેનો અંદાજ એકદમ અલગ હતો. સવારે 6 વાગ્યે લોકોને તેણે ઈમેઈલ મોકલ્યો. તેમાં જાણકારી આપી કે ડૉલરનો વરસાદ ક્યાં કરાશે તેના પછી લોકો નક્કી સમય પર મેદાને પહોંચી ગયા. કાઝ્મા અહીં તેના હેલિકોપ્ટરમાં આવ્યો અને ડૉલરનો વરસાદ કરવા લાગ્યો. કાઝ્માએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. 

VIDEO | આકાશમાંથી કર્યો 10 લાખ ડૉલરનો વરસાદ, હેલિકોપ્ટરની લીધી મદદ, જાણો શું હતું કારણ 2 - image


Google NewsGoogle News