Get The App

દુનિયાભરમાં કીર-કીરી, પોતાના જ સામે પડયા, હવે તાજ પણ લુંટાઈ જશે : ક્યાં જશે જસ્ટિન ટ્રુડો ?

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
દુનિયાભરમાં કીર-કીરી, પોતાના જ સામે પડયા, હવે તાજ પણ લુંટાઈ જશે : ક્યાં જશે જસ્ટિન ટ્રુડો ? 1 - image


- પોતાની જ લિબરલ પાર્ટીમાં ટ્રુડોને ભારે વિરોધનો સામનો કરવો પડયો : પોતાની જ પાર્ટીના સાંસદોએ ત્યાગપત્ર માંગ્યુ

ઓટાવા : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું રાજકીય ભવિષ્ય હવે અદ્ધર લટકી રહ્યું છે. દેશ અને વિદેશમાં તેમની ઉગ્ર ટીકા થઇ રહી છે. તેઓના સૌથી વરિષ્ઠમંત્રી અને એક સમયનાં નિકટવર્તી, ઘનિષ્ટ સહયોગી તેવાં ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી ત્યાગપત્ર આપી દીધું છે. ફ્રીલેન્ડે સરકારી ખર્ચ અંગે અને ભાવિ કાર્યક્રમ અંગે પોતાને ટ્રુડો સાથે મતભેદ છે તેમ ખુલ્લંખુલ્લુ કહેવા સાથે તેઓએ તેઓનું ત્યાગપત્ર આપી દીધું છે.

નવ-નિર્વાચિત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના ઉત્પાદનો ઉપર આયાત-કર વધારવાના સંકેતો આપી દીધા છે. વિશેષજ્ઞાો કહે છે કે, ટ્રમ્પની આ નીતિથી, કેનેડાના અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડવા સંભવ છે. કારણ કે કેનેડાની ૭૦ ટકા નિકાસ તો એકમાત્ર અમેરિકામાં જ થાય છે.

ટ્રુડોને પોતાની જ પાર્ટી લિબરલ પાર્ટીના સાંસદોએ ખુલ્લંખુલ્લા તેમના ત્યાગપત્રની માંગણી કરી છે. ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંઘે પણ ટ્રુડોને જણાવ્યું છે કે, જો આગામી વર્ષે પણ તેઓ વડાપ્રધાનપદે ચાલુ રહેવા માગશે તો તેમની પાર્ટી ટ્રુડો માટે ખતરારૂપ છે. જો કે, અત્યારે વિપક્ષો પાસે તે પ્રસ્તાવ પસાર કરાવવા માટે જરૂરી બહુમતી નથી. આમ છતાં પોતાને બચાવવા માટે ટ્રુડોએ જગમીતની ન્યુ ડેમોક્રેટિક પાર્ટી અને બ્લોક ક્યુબેકોઇસનો ટેકો મેળળવો પડશે.

આ રાજકીય સંકટમાંથી બચવા માટે જસ્ટિન ટ્રુડો પાસે કેટલાક વિકલ્પો પણ છે. કાંતો તેઓ સંસદ સ્થગિત કરાવી શકે જે તેઓએ ૨૦૨૦માં એક ગોટાળા સમયે કર્યું હતું અથવા તો ત્યાગપત્ર આપી પોતાના ઉત્તરાધિકારીને સત્તા સોંપી શકે.

આટ આટલી ફસામણ છતાં ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા તરીકે ૨૦૨૫માં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવાના સંકેતો આપ્યા છે. જો કે, સર્વેક્ષણોએ તેમનો માથાનો દુ:ખાવો વધારી દીધો છે. તે સર્વેક્ષણો કહે છે કે અત્યારે ચૂંટણી યોજાય તો વિપક્ષ કોન્ટર્વેટિવ (ટોરી) પાર્ટીને ભારે મોટી જીત મળી શકે તેમ છે. તે પરિસ્થિતિમાં ટ્રુડો માટેનાં આગામી પગલાં તેમનાં ભવિષ્યનો ફેસલો કરશે.


Google NewsGoogle News