Viral Video: એક દિવસ માટે PM બનાવવામાં આવે તો શું કરશો? પાકિસ્તાની શખ્સે આપ્યો મજેદાર જવાબ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
Viral Video: એક દિવસ માટે PM બનાવવામાં આવે તો શું કરશો? પાકિસ્તાની શખ્સે આપ્યો મજેદાર જવાબ 1 - image


- સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

Pakistan Viral Video: સોશિયલ મીડિયા પર મોટા ભાગે પાકિસ્તાનના વીડિયો વાયરલ થતાં હોય છે. કેટલાક વીડિયો ખૂબ જ મજેદાર હોય છે જેને સાંભળીને લોકો હસવાનું કંટ્રોલ નથી કરી શકતા. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ દેશની રાજનીતિ પર એવી ટિપ્પણી કરી કે, તે ઝડપથી વારલ થઈ ગયો. આ વીડિયોમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે પાકિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રસ્તા પર ઉભેલા એક છોકરાને પૂછે છે કે, જો તમને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરશો? આ સવાલ પર વ્યક્તિએ મજેદાર જવાબ આપ્યો. વ્યક્તિએ કહ્યું કે, પહેલી વાત કે હું ક્યારેય વડાપ્રધાન ન બની શકું. વ્યક્તિએ જ્યારે તેનું કારણ પૂછ્યું તો વ્યક્તિનો જવાબ સાંભળીને તે પણ ચોંકી ગયો. છોકરાએ કહ્યું કે, તેની પાસે PM બનવા માટે સમય નથી. સોશિયલ મીડિયા પર જ્યારે આ વીડિયો વાયરલ થયો તો લોકોએ કહ્યું કે, પાકિસ્તાનના લોકો ત્યાંની રાજનીતિને ક્યારેય ગંભીરતાથી નથી લેતા. આ વીડિયો પર લોકો જોરદાર રિએક્શન આપી રહ્યા છે. 


વાયરલ વીડિયો પર લોકોએ આપી પ્રતિક્રિયા

વાયરલ વીડિયો પર લોકો જોરદાર રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, લાઈફમાં બસ આટલો જ કોન્ફિડન્સ જોઈએ. એક યૂઝરે લખ્યું- પાકિસ્તાનના વડાપ્રધાન બનીને સમય બરબાદ કરવા જેવું છે એટલા માટે તે PM બનવા નથી માંગતો. બીજા એક યુઝરે લખ્યું આને જ કહેવાય સીધી વાત નો બકવાસ.


Google NewsGoogle News