જો દુનિયાની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા અને નુકસાન
Worlds Population : વિશ્વભરમાં સતત વસ્તી વધારો થઈ રહ્યો છે. યુએસ સેન્સસ બ્યુરોના જણાવ્યા પ્રમાણે 1 જાન્યુઆરી, 2024ના રોજ વિશ્વની કુલ વસ્તી 8.02 અબજ હતી. પરંતુ હવે સવાલ એ છે કે, જો વિશ્વની વસ્તી અચાનક અડધી થઈ જાય તો તેનાથી ફાયદો થશે કે નુકસાન? આજે અમે તમને જણાવીશું કે વસ્તી ઘટવાથી શું નુકસાન થાય છે.
વિશ્વની કુલ વસ્તી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે. યુએસ સેન્સસ બ્યુરોના અહેવાલ મુજબ 1 જાન્યુઆરી, 2024 ના રોજ વિશ્વની કુલ વસ્તી 8.02 અબજ હતી. પરંતુ એ વાત પણ સાચી છે કે, વિશ્વમાં એવા કેટલાય દેશો છે કે, તેમના દેશનો પ્રજનન દર ઓછો હોવાના કારણે ચિંતિત છે. આ દેશોની યાદીમાં રશિયાનું નામ પણ છે.
વસ્તી વધવા અને ઘટવાના ગેરફાયદા
હવે મહત્ત્વનો સવાલ એ છે કે, વિશ્વભરમાં વસ્તી વધવાથી શું નુકસાન થાય છે. તો તમને જણાવી દઈએ કે વસ્તીમાં અતિશય વધારો અથવા ઘટાડો થવાથી બેરોજગારી પણ વધવા લાગે છે. હકીકતમાં ઘટતી વસ્તીને કારણે નાની વયના લોકોની સંખ્યા ઓછી થઈ રહી છે. ત્યારે યુવા ઉદ્યોગસાહસિકો અને યુવાનોની વસ્તી ઘટતી હોવાથી રોજગારીની તકો પણ ઘટી જાય છે. ત્યારે લોકો રોજગારની શોધમાં અન્ય દેશોમાં જવાની યોજના બનાવે છે, એટલે કે સ્થળાંતર કરવાનું શરૂ કરે છે.
લશ્કરી દળ પર અસર પડે છે
વિશ્વની ઘટતી વસ્તીના કારણે લશ્કરી દળ પર પણ તેની અસર થાય છે. કારણ કે સાદી ભાષામાં કહીએ તો ઓછી વસ્તીના કારણે નવા બાળકો જન્મતા નથી અને પ્રજનન દર ઓછો રહે છે. જેના કારણે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધવા લાગે છે. અને તેની અસર તે દેશની સેના પર પડે છે. કારણ કે મોટી સંખ્યામાં નવા યુવાનો સેનામાં જોડાતા નથી.
આ પણ વાંચો: હવે અમેરિકાને આખો ગ્રીનલેન્ડ દેશ ખરીદવો છે, જાણો કેવી રીતે એક દેશ બીજા દેશને વેચી શકાય
અર્થતંત્ર પર પણ ભારે અસર પડે છે
વિશ્વની વસ્તી જો ઓછી થઈ જાય તો તેની અસર અર્થતંત્ર પર પણ પડે છે. કારણ કે વિશ્વમાં ઘટતી વસ્તીને કારણે સરકારે વૃદ્ધોની વધતી સંખ્યા માટે રિટાયરમેન્ટ ફંડ પૂરું પાડવું પડશે. આ ઉપરાંત આરોગ્ય સંબંધિત યોજનાઓ શરૂ કરવી પડે છે. જેની સીધી અસર વિવિધ દેશોની સરકારી તિજોરી પર પડ છે. ત્યારે વસ્તીમાં ઘટાડો થવાને કારણે તમામ દેશોમાં યુવા ઉદ્યોગસાહસિકો અને કામદારોની સંખ્યા ઓછી હશે અને તે વૈશ્વિક સ્તરે પણ જોવા મળશે. એટલું જ નહીં, વસ્તી ઘટતા દેશોમાં મોંઘવારી પણ ઝડપથી વધે છે.