Get The App

આ તે કેવી બીમારી? જેમાં દર્દી પોતાને ગાય સમજે છે, લીલું ઘાસ ખાવા લાગે છે

સદીઓ જુની બીમારીના કિસ્સા વધતા જતા હોવાનો નિષ્ણાતોનો મત

ગાયના ટોળામાં ચરવા જાય છે, ઘાસ, પરાગરજ અને સાઇલેજ ખાય છે

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
આ તે કેવી બીમારી? જેમાં દર્દી પોતાને ગાય સમજે છે, લીલું ઘાસ ખાવા લાગે છે 1 - image


ન્યૂયોર્ક, 24 ઓગસ્ટ,2024,શનિવાર 

બોનથ્રોપી તરીકે ઓળખાતી એક અજબની બીમારી ધ્યાનમાં આવી છે જેમાં દર્દી પોતે ગાય હોય એવી રીતે જીવવા લાગે છે. હાથ અને પગ વડે ચાલવા લાગે છે જયાં ઘાસ મળે ત્યાં ચરવા લાગે છે. તેને સાદુ ભોજન ભાવતું નથી સાઇલેજ અને પરાગરજ આપો તો તરત જ ખાવા લાગે છે. ગાયના ટોળામાં ઘૂસીને ચૂપચાપ કરવા લાગે છે.  પોષણયુકત ખોરાકના અભાવે તેનું શરીર નબળું પડતું જાય છે. કુપોષણનો ભોગ બને ત્યારે તે કતલખાને લઇ જાવ એવી જીદ્ કરે છે.  બોલવાનું તો સાવ બંધ જ કરી દે છે.

વિશ્વમાં આ રોગના ૧૦૦ થી પણ વધારે દર્દીઓ છે. 

આ તે કેવી બીમારી? જેમાં દર્દી પોતાને ગાય સમજે છે, લીલું ઘાસ ખાવા લાગે છે 2 - imageનિષ્ણાતોનું માનવું છે કે સદીઓ જુની આ બીમારી રેર જોવા મળતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કિસ્સા વધ્યા છે.  આ ડિસઓર્ડર એટલો વધારે પ્રમાણમાં હોયતો  જીંદગીભર  માણસ હોવા છતાં ગાય બનીને રહે છે. બોનથ્રોપીને દુનિયાની ખતરનાક ગણાતી બીમારીમાં ગણાય છે.

આને સેલ્ફ આઇડેન્ટિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. વિશ્વમાં આ રોગના ૧૦૦ થી પણ વધારે દર્દીઓ છે. માણસ જયારે ઉલટી સીધી હરકત કરે ત્યારે જાનવર છે એમ કહીને ટોકવામાં આવે છે પરંતુ આ રોગમાં દર્દી પોતે માણસ નહી પરંતુ જાનવર છુ એમ કહેવા લાગે છે.

આ તે કેવી બીમારી? જેમાં દર્દી પોતાને ગાય સમજે છે, લીલું ઘાસ ખાવા લાગે છે 3 - image

 પ્રાચીન સમયમાં બીમારીને ધાર્મિક અને જાદુ ટોણાની દ્રષ્ટીએ જોવામાં આવતી હતી. ઇસ પૂર્વે ૬૦૫ થી ૫૬૨ દરમિયાન ન્યૂ બેબિલોનના રાજા નેબુચદનેઝારને આ બીમારી થતા તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. બરતરફ થયેલો રાજા ઘાસ ખાઇને જીવ્યો હોવાની વાત જાણીતી છે.  પર્શિયન પરંપરા મુજબ રાજુકમાર મજલ અલ-દવલા પોતે ગાય હોવાની ભ્રમણાથી પીડાતો હતો. આ સાયકોલોજિકલ ડિસઓર્ડર માણસને જાનવરની જેમ રિએકટ થવા મજબૂર કરી દે છે.

સાઇકોથેરાપી સિવાય બીજો કોઇ જ ઉપાય નથી

ગાય જેવું વર્તન કરે તેમ છતાં તેને એનું ભાન હોતું નથી કે આવું શા માટે કરે છે ? મહાન મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઇડે નોંધ્યું હતું કે ઘણા માનસિક રોગોની શરુઆત સ્વપનામાં ઉદભવતી ભ્રમણાને થઇ હોય છે. આ રોગમાં પણ સપનાઓ મહત્વનો ભાગ ભજવતા હોય તેવું બની શકે છે. બોનથ્રોપીએ સ્કિઝોફેનિયા કે બાયપોલર ડિસઓર્ડર જેવા રોગોનું વધારાનું મનો વૈજ્ઞાાનિક પાસુ હોઇ શકે છે. આની કોઇ સારવાર નથી પરંતુ સાઇકોથેરાપી આપીને તે ગાય નથી એવી ભ્રમણામાંથી મુકિત અપાવી શકાય છે.



Google NewsGoogle News