સૌથી ખતરનાક કુદરતી આફત છે 'સુનામી', જાણો તેના આવવાના કારણો અને ભારતમાં કઈ જગ્યાએ તેનું સંકટ
જાપાનમાં આવેલા ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી
લોકોને દરિયાકાંઠાના વિસ્તારો છોડીને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી હતી
What is Tsunami: જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા મકાનોને નુકશાન થયું હતું. તેના પછી તરત જ ઈશિકાવામાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી. 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી સુનામીની ચેતવણીને પગલે જાપાની જાહેર પ્રસારણકર્તા NHKએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારો છોડીને ઈમારતો અથવા ઊંચા મેદાનો પર જવાનું જણાવ્યું હતું.
સુનામી છે સૌથી ખતરનાક કુદરતી આપતિ
કુદરતી આફતોમાં સુનામીને સૌથી ખતરનાક માનવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે સુનામી કેવી રીતે આવે છે? વિશ્વમાં સૌથી વધુ સુનામી ક્યાં આવે છે? સુનામીથી બચવા શું કરવું જોઈએ? તમારા મનમાં ઉઠતા આવા જ કેટલાક સવાલોના જવાબ જાણીએ.
પહેલા જાણીએ સુનામી એટલે શું? સુનામી શબ્દ તુસ એટલે કે બંદર કે કિનારો અને નામી એટલે તરંગ શબ્દથી બનેલો છે. આ અક્ષર T સાઈલન્ટ છે. સુનામીના સૌથી મોટા કારણોમાં દરિયાની અંદરનો ભૂકંપ, જ્વાળામુખી ફાટવો, વિસ્ફોટ કે ભૂસ્ખલન માનવામાં આવે છે. આ સમુદ્રના તળ પર વિશાળ હિલચાલ બનાવે છે.
સમુદ્રની અંદર સુનામીની ઝડપ જમીન કરતા વધુ
જ્યારે ધરતીકંપ, જ્વાળામુખી ફાટવા, વિસ્ફોટ કે ભૂસ્ખલનને કારણે સમુદ્રના તળ પર મોટા પાયે હિલચાલ થાય છે, ત્યારે કંપન 500 કિમી/કલાકની ઝડપે તરંગો ઉત્પન્ન કરે છે. જયારે આ તરંગ પછી દરિયા તરફ જાય છે ત્યારે તેની ઝડપ ઓછી હોય છે, પરંતુ ઉંચાઈ ખુબ જ વધારે હોય છે. વિશ્વની 80 ટકા સુનામી પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' ઝોનમાં થાય છે. વાસ્તવમાં, આ ભૂકંપ અને જ્વાળામુખીની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય વિસ્તાર છે. તેથી તેની આસપાસના વિસ્તારો સુનામીથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. પાણીની અંદર સુનામીની ઝડપ ઉપર કરતા ઘણી વધુ હોય છે.
Deeply saddened by the news of #Japan being hit by earthquake and Tsunami on the first day of the year.
— Adv Niharika kamal (@niharika_kamal) January 2, 2024
I pray for the grieved and may normalcy return at the earliest in the land of rising sun . pic.twitter.com/lDJcCFF91O
ભૂકંપ અને સુનામી વચ્ચે શું સંબંધ છે?
જયારે સમુદ્રમાં ભૂકંપ આવે ત્યારે પાણીમાં હલનચલન ઉત્ત્પન્ન થાય છે. જેના કારણે દરિયાનું પાણી કિનારા તરફ જવા લાગે છે. આથી સમુદ્રના મોજામાં ઝડપી ઉછાળ આવે છે, જેને સુનામી કહે છે. જો કે, દર વખતે ભૂકંપ આવે ત્યારે સુનામી આવતી નથી. ઘણી વખત ભૂકંપની બહુ અસર થતી નથી. જ્યારે ભૂકંપ સમુદ્રની અંદર અથવા તેની ખૂબ નજીક આવે છે, ત્યારે સુનામી આવે છે. સુનામીની સૌથી ખરાબ બાબત એ છે કે ભૂકંપની જેમ સુનામી વિષે વૈજ્ઞાનિકોને અગાઉથી જાણકારી મળી શક્તી નથી.
ભારતમાં સુનામીની આશંકા ઘરાવતા વિસ્તાર
ભારત સરકાર દ્વારા દેશના પૂર્વ કિનારે સુનામીની સંભાવના ધરાવતા વિસ્તારોની યાદી તૈયાર કરી છે. જેમાં પુરી, કાકીનાડા, મછલીપટ્ટનમ, નિઝામપટ્ટનમ-વેતાપલમ, ચેન્નાઈ, કુડ્ડલોર-પુડુચેરી, રામેશ્વરમ, અલપ્પુઝા-ચાવારા અને કોચીનો સમાવેશ થાય છે. ભારતમાં દર વર્ષે સુનામી પ્રભાવિત વિસ્તારોમાં મોટું નુકસાન થાય છે. ચેન્નાઈમાં 26 ડિસેમ્બર 2004ના રોજ સુનામી આવી હતી, જે ભારતમાં નોંધાયેલી સૌથી ઝડપી સુનામી હતી. તેના મોજા 17.30 મીટરની ઉંચાઈએ પહોંચ્યા હતા. આ સુનામીની સૌથી વધુ અસર ચેન્નાઈમાં જોવા મળી હતી. આ ઉપરાંત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, ઓડિશામાં આ સુનામીની અસર જોવા મળી હતી.
નુકસાન ઘટાડવા શું કરવું
સુનામી મનુષ્યો અને સંપત્તિ માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી સાવચેત રહેવું જરૂરી છે. સુનામીથી થતા નુકસાનને ઘટાડવા માટે કેટલાક પગલાં લઈ શકાય છે. સુનામીની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોએ હંમેશા ઈમરજન્સી કીટ તૈયાર રાખવી જોઈએ. તેમજ વીમો રાખવો જોઈએ, કારણ કે વીમો એ સુનિશ્ચિત કરે છે કે કુદરતી આફતોને કારણે મૃત્યુ અથવા નુકસાનના કિસ્સામાં વીમાધારકને વળતર આપવામાં આવે. હોમ ઇન્શ્યોરન્સ તમારા ઘરને અણધાર્યા સંજોગો સામે કવરેજ પૂરું પાડે છે. આગ, ધરતીકંપ, તોફાન, પૂર, ભૂસ્ખલન, સુનામી વગેરે જેવી કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે.