ટ્રમ્પની જીત પછી યુએસમાં શરુ થયેલી મહિલાઓની MATGA મૂવમેન્ટ શું છે ?
મહિલાઓ દ્વારા શરુ થયેલું આંદોલન દક્ષિણ કોરિયાના ૪બી થી પ્રેરિત છે
ટ્રમ્પની જીત થતા ગર્ભપાત સંબંધી કાનુનોને લઇને મહિલાઓને સંશય
ન્યૂયોર્ક, ૧૨ નવેમ્બર,૨૦૨૪,મંગળવાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ અને ટિકટોક પર અમેરિકાની કેટલીક મહિલાઓ કાલ્પનિક હત્યાના વીડિયો તૈયાર કરીને વાયરલ કરી રહી છે. આ વીડિયોમાં ચા અને કોઇ અજાણ્યા પ્રવાહીમાં ઝેર મિલાવતી નજરે પડે છે. આ આંદોલન ટ્રમ્પની જીત પછી મહિલાઓ પુરુષો સાથે ડેટિંગ નહી કરવાનું જાહેર કર્યુ તેનો જ એક ભાગ છે. અમેરિકી મહિલાઓ દ્વારા શરુ થયેલું આંદોલન દક્ષિણ કોરિયાના ૪બી થી પ્રેરિત છે.
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં જણાવ્યા અનુસાર મહિલાઓનું આ MATGA આંદોલન ટ્રમ્પની માંગા જેવું જ છે જેમાં મહિલાઓ પ્રાચીન અમેરિકામાં હત્યારી ગિઉલિયા ટોફાનાથી પ્રેરિત છે. ૧૭ મી સદીમાં પુરુષોના અત્યાચારથી બચવા માટે ટોફાના પુરુષોને ઝેર આપવાનું કામ કરતી હતી. એકવા ટોફના એક એવી મહિલા જે અત્યાચાર કરતા પતિઓને ઝેર આપી દેતી હતી.
એવું માનવામાં આવે છે કે ટોફાનાએ ઝેર આપીને ૬૦૦ કરતા વધુ પુરુષોને મારી નાખ્યા હતા. ટોફાનાને ઇતિહાસના પ્રકરણમાં સીરિયલ કિલર લેડી તરીકે ઓળખવામાં આવે છે. ટોફાના દ્વારા વેચવામાં આવતા ઝેરને પણ 'ટોફાના' નામ આપવામાં આવ્યું હતું. ટોફાના અંગે અનેક કહાનીઓ પ્રચલિત છે જેમાં ટોફાના ઝેર મિલાવતી હોવાનો ભાંડો ફૂટી જવાથી તેને પકડીને મુત્યુદંડ આપવામાં આવ્યો હતો. ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા પછી મહિલાઓએ ગર્ભપાત સંબંધી કાનુનોને લઇને સંશય વ્યકત કર્યો છે આથી મહિલાઓએ ટ્રમ્પને મત આપનારા પુરુષો સાથે યૌન સંબંધોથી દૂર રહેવાનું આંદોલન શરુ કર્યુ હતું.
અનેક ઉદાર મતવાદી મહિલાઓ ટ્રમ્પની જીત પછી પોતાની રીતે વિરોધ કરી રહી છે. અનેક પોતાના પ્રિય એવા માથાના વાળ મુંડાવીને વિચિત્ર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ટ્રમ્પ આવ્યા પછી અમેરિકાની મહિલાઓના એક વર્ગમાં ડરનો માહોલ ઉભો થયો છે કે ભવિષ્યમાં પ્રજનન અધિકારો અને મહિલા સ્વતંત્રતાને ખતરામાં નાખી શકે છે. ટ્મ્પની જીત પછી યુએસમાં ટ્રેડ શરુ થયો છે જેમે મેટગા મૂવમેન્ટ કહેવામાં આવે છે જેનો અર્થ એકવા ટોફના ગ્રેટ અગેન થાય છે જેમાં ગર્ભપાતના ડર પહેલા જ પુરુષોને ઝેર આપવાની વાતનું મહિમામંડન કરવામાં આવ્યું છે.