અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલું વેતન મળે છે? સુવિધાઓ જાણીને આંખો પહોળી થઈ જશે
US President Salary And Allowances: ભારતીય મૂળની કમલા હેરિસ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ. બંનેમાંથી કોણ અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ બનશે તેનું ચિત્ર મંગળવારે સ્પષ્ટ થઈ જશે. અમેરિકાને પહેલાં મહિલા રાષ્ટ્ર પ્રમુખ મળશે કે, પછી ડોનાલ્ડ ટ્રમ્પ વાપસી કરશે તેના પર તમામની નજર ટકેલી છે. પરંપરા અનુસાર, નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ 20 જાન્યુઆરી, 2025ના દિવસે કાર્યભાર સંભાળશે. જોકે, દેશવિદેશમાં લોકોમાં એ વાતને લઈને ઉત્સુકતા છે કે, અમેરિકાના શાસનનો પદભાર કોણ સંભાળશે? કારણકે, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ફક્ત પોતાના દેશ માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ભૌગોલિક રાજકીય મામલે પણ નિર્ણાયક હોય છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક માનવામાં આવે છે. એવામાં ઘણાં લોકોને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખને કેટલો પગાર મળે છે?
નોંધનીય છે કે, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ એક સરકારી સેવક હોય છે અને તેમની જનતા પ્રત્યે જવાબદેહી હોય છે. દેશના સરકારી ખજાનાથી તેમને ચુકવણી કરવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખનું વેતન સામાન્ય દેશવાસી કરતાં છ ગણાંથી પણ વધુ હોય છે. એક સામાન્ય અમેરિકીની વાર્ષિક આવક 63,795 ડોલર (આશરે 53 લાખ રૂપિયા) કમાય છે. અમેરિકાના ટૉપ અમીર વાર્ષિક 7,88,000 ડોલર (લગભગ 6 કરોડ 28 લાખ રૂપિયા) કમાય છે. પરંતુ, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખનો પગાર લગભગ તેનાથી અડધો હોય છે. જે મુજબ તે દેશના ટોચના 1% અમેરિકીમાં નથી આવતાં.
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખનો પગાર કેટલો હોય છે?
રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડનને વાર્ષિક 4 લાખ ડોલર એટલે કે, 3.36 કરોડ રૂપિયા વેતન મળે છે. આ સિવાય રાષ્ટ્ર પ્રમુખને ખર્ચ રૂપે વધારાના 50 ડોલર એટલે કે, 42 લાખ રૂપિયા મળે છે. વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખનો સત્તાવાર નિવાસ અને કાર્યાલય છે. અહીં રહેવા માટે તેમને પોતાના ખિસ્સામાંથી કોઈપણ ખર્ચ કરવો નથી પડતો. રાષ્ટ્ર પ્રમુખ જ્યારે પહેલીવાર વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરે છે, તો તેમને એક લાખ ડોલર (આશરે 84 લાખ રૂપિયા) આપવામાં આવે છે. આ પૈસાને તેઓ પોતાના મુજબ ઘની સજાવટમાં ખર્ચ કરી શકે છે. રાષ્ટ્ર પ્રમુખને મનોરંજન, સ્ટાફ અને કુક માટે વાર્ષિક 19 હજાર ડોલર (આશરે 60 લાખ રૂપિયા) આપવામાં આવે છે.
વેતન | 4.4 લાખ ડોલર (3.36 કરોડ રૂપિયા |
ખર્ચ | 50,000 ડોલર (42 લાખ રૂપિયા) |
મનોરંજન | 19,000 ડોલર (16 લાખ રૂપિયા) |
વ્હાઇટ હાઉસમાં પ્રવેશ સમયે | 1,00,000 ડોલર (84 લાખ રૂપિયા) |
ટેક્સ ફ્રી ખર્ચ | 1,00,000 ડોલર (84 લાખ રૂપિયા) |
અન્ય લાભ અને ભથ્થાં
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખની તમામ સ્વાસ્થ્ય સેવા નિઃશુલ્ક હોય છે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખને મુસાફરી કરવા માટે એક લિમોઝિન કાર, એક મરીન હેલિકોપ્ટર અને એર ફોર્સ વન નામનું વિમાન મળે છે. રાષ્ટ્ર પ્રમુખને મળતી લિમોઝિન કાર આધિનિક સુરક્ષા અને સંદેશા વ્યવહાર પ્રણાલીથી સજ્જ હોય છે. લિમોઝિન કારમાં રાષ્ટ્ર પ્રમુખની પસંદ અનુસાર, સમયાંતરે જરૂરી સંશોધન કરવામાં આવે છે. કારને સુરક્ષિત બનાવી રાખવા માટે સમયાંતરે તેમાં બદલાવ પણ કરવામાં આવે છે. એરફોર્સ વન વિમાનમાં આશરે ચાર હજાર ફૂટ જગ્યા હોય છે. તેને 'ફ્લાઇંગ ફૈસલ' અને 'ફ્લાઇંગ વ્હાઇટ હાઉસ'ના નામે ઓળખવામાં આવે છે. કારણ કે, તે ખૂબ જ સુરક્ષિત હોય છે. તેમાં રાષ્ટ્ર પ્રમુખ માટે પોતાના દૈનિક કાર્ય કરવા માટે પણ જરૂરી સુવિધાઓ હોય છે. એર ફોર્સ વનમાં રાષ્ટ્ર પ્રમુખ સિવાય લગભગ સ્ટાફના 100 સભ્યો માટે મુસાફરી કરવાની વ્યવસ્થા હોય છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ એંડ્રયુઝ એર ફોર્સ બેઝથી પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતા હતાં. વોશિંગ્ટનમાં પોતાના સત્તાવાર આવાસથી એરપોર્ટ સુધી તેઓ મરીન વન હેલિકોપ્ટરમાં મુસાફરી કરતા હતાં.
આ પણ વાંચોઃ US Election: કેવી રીતે ચૂંટાય છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, શું છે ઇલેક્ટોરલ વોટ સિસ્ટમ
2001થી વેતનમાં કોઈ વધારો નથી થયો
દરેક સાર્વજનિક અધિકારીને દર વર્ષે અથવા સમયાંતરે વેતન વૃદ્ધિ મળે છે, પરંતુ 2001 બાદથી અમેરિકી રાષ્ટ્ર પ્રમુખના વેતનમાં કોઈ વધારો નથી થયો. 2001માં જ્યારે જોર્જ ડબ્લ્યુ બુશે પદ સંભાળ્યો ત્યારે વેતન વધારવામાં આવ્યું હતું. જોર્જ વોશિંગ્ટન અમેરિકાના પહેલાં રાષ્ટ્ર પ્રમુખ હતાં. તેઓનેસ વાર્ષિક 2 હજાર ડોલર વેતન મળતું હતું. તે સમય મુજબ તે ખૂબ જ મોટી રકમ હતી. આ સિવાય વોશિંગ્ટન ખુદ પણ એક સંપન્ન ખેડૂત હતાં.
ક્યારે-ક્યારે વેતનમાં થયો વધારો?
વર્ષ | રકમ |
1789 | 25,000 ડોલર |
1873 | 50,000 ડોલર |
1909 | 75,000 ડોલર |
1949 | 1,00,000 ડોલર |
1969 | 2,00,000 ડોલર |
2001 | 4,00,000 ડોલર |
ડોનાલ્ડ ટ્રમ્પ, જોન એફ કેનેડી અને હર્બર્ટ હૂવર જેવા અમીર અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ પોતાનું વાર્ષિક વેતન દાન કરતાં હતાં. આ સિવાય અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને વાર્ષિક રિટાયરમેન્ટ પર પણ આજીવન 2,40,000 ડોલર (આશરે 2 કરોડ રૂપિયા) પેન્શન મળે છે.