જૂલિયન અસાંજેની અમેરિકા સાથે શું ડીલ થઈ? જાણો ક્યારે પરત ફરશે વિકિલિક્સના ફાઉન્ડર
Image: IANS |
Wikileaks Founder Will accept Blames: વિકિલીક્સના ફાઉન્ડર જૂલિયન અસાંજે અમેરિકી સરકાર સાથે થયેલા એક સમાધાન અંતર્ગત અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો લીક કરવાના તમામ દોષો સ્વીકારશે. આ સમાધાન અંતર્ગત જૂલિયન અસાંજેની 15 વર્ષથી ચાલતી કાયદાકીય લડાઈ ખતમ થશે અને તે પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત ફરશે. આવો જાણીએ, અસાંજે અને અમેરિકી સરકાર વચ્ચે શું સમાધાન થયું અને વિકિલિક્સના કેસ વિશે...
જૂલિયન અસાંજે પર હતાં આ આરોપો
ઓસ્ટ્રેલિયન જૂલિયન અસાંજે પર 2010-11માં અફઘાનિસ્તાન અને ઈરાક વચ્ચે થયેલા યુદ્ધના હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અસાંજેએ બગદાદ પર અમેરિકાની એરસ્ટ્રાઈકના ફુટેજ પણ જાહેર કર્યા હતા. જેનાથી અમેરિકાની ગોપનીય સુરક્ષાનું ઉલ્લંઘન થયુ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં અમેરિકાએ જૂલિયન અસાંજે પર અમેરિકી સેનાના પૂર્વ જાસૂસ વિશ્લેષક ચેલ્સિયા મેનિંગ સાથે મળઈ ગુપ્ત દસ્તાવેજો હાંસલ કર્યા હોવાનુ ષડયંત્ર રચ્યુ હોવાનો આરોપ મૂકાયો હતો. ચેલ્સી મેનિંગ 2023માં ગુપ્ત દસ્તાવેજો લીક કરવા માટે દોષિત ઠેરવ્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2017માં તેની 35 વર્ષની કારાવાસની સજા ઘટાડી હતી.
અસાંજેએ ગોપનીય દસ્તાવેજોના આધારે અમેરિકા, બ્રિટન અને નાટોની સેનાઓ પર યુદ્ધ અપરાધના ગંભીર આરોપો મૂક્યા હતા. અમેરિકાએ અસાંજે પર આરોપ લગાવ્યો હતો કે, તેણે અમેરિકાની જાસૂસી કરી ગોપનીય ફાઈલોને જાહેર કરી અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. જો કે, જૂલિયન અસાંજે હંમેશાથી આ આરોપો નકારતાં આવ્યા હતા.
શું છે અમેરિકા અને અસાંજે વચ્ચેનું સમાધાન
અમેરિકા અને વિકિલિક્સના ફાઉન્ડર વચ્ચે થયેલા સમાધાન અંતર્ગત અસાંજે પોતાની ઉપર લગાવેલા જાસૂસીના તમામ આરોપો સ્વીકારી લેશે અને તેના બદલામાં 62 માસની જેલની સજા ફટકારવામાં આવશે, જો કે, અસાંજે અગાઉથી જ બ્રિટનની જેલમાં કારાવાસની સજા ભોગવી ચૂક્યા છે. જેથી તેઓ 15 વર્ષ બાદ પોતાના વતન પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
વિકિલિક્સ સરકારી નીતિઓ ઉજાગર કરતી વેબસાઈટ
2006માં સ્થાપિત વિકિલિક્સ એ દેશો, સરકારો, અને તેમની નીતિઓ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર કરતી વેબસાઈટ છે. જે અમુક નિશ્ચિત લોકોને જ આ માહિતી આપે છે. અફઘાન વોર ડાયરી નામથી વિકિલિક્સે અમેરિકી સૈન્ય દસ્તાવેજો જેહાર કર્યા હતા. જેથી જૂલિયનની ધરપકડ કરવામાં આવી હતી.
સ્વીડનમાં પણ આરોપો મૂકાયા
અસાંજે પર સ્વીડનની બે મહિલાઓએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. જે હેઠળ 2010માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્વીડને પ્રત્યાર્પણની માગ કરી હતી પરંતુ અસાંજેએ 2012માં એક્વાડોર એમ્બેસીમાં શરણુ લઈ ધરપકડથી બચ્યો હતો. એક્વાડોરમાં સાત વર્ષ સુધી રહ્યા બાદ એમ્બેસીના અધિકારીઓ સાથે વિવાદ થતાં હાંકલ પટ્ટી થી હતી. બાદમાં લંડન પોલીસે ધરપકડ કરી હતી. બ્રિટનની જેલમાં પાંચ વર્ષ સજા ભોગવ્યા બાદ અસાંજે અમેરિકન સરકાર સાથે સમાધાન કરી 15 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ પર પૂર્ણવિરામ મૂકશે.