વેટલેન્ડ વાયરસ: ચીનમાં ફરી ફેલાઈ રહી છે ખતરનાક બીમારી, જાણો લક્ષણ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
વેટલેન્ડ વાયરસ: ચીનમાં ફરી ફેલાઈ રહી છે ખતરનાક બીમારી, જાણો લક્ષણ 1 - image
Image  Twitter 

Wetland virus: ચીનમાં જોવા મળતાં વેટલેન્ડ વાયરસ નામના ટિક બોર્ન વાયરસે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આવો તેના શું લક્ષણો છે અને તેનાથી બચવા કેવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે તે જાણીએ. વેટલેન્ડના સૌથી ગંભીર લક્ષણોમાંનું એક શરીર પર ખતરનાક ફોલ્લીઓ થાય છે. અને તેના કારણે શરીર પર ખૂબ ખંજવાળ આવે છે. 

આરોગ્ય અધિકારીઓ અને સંશોધકો ચિંતામાં

હાલ ચીનમાં એક નવો ટિક-જનિત વાયરસ મળી આવ્યો છે, જેને વેટલેન્ડ વાયરસ કહેવામાં આવે છે. આ નવા વાયરસની માણસોમાં બીમારી પેદા કરવાની ક્ષમતાએ આરોગ્ય અધિકારીઓ અને સંશોધકોની ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક ટિક-જનિત રોગોની જેમ વેટલેન્ડ વાયરસ ટિક કરડવાથી ફેલાય છે. જેના કારણે તે વેક્ટર જન્ય બીમારી બની જાય છે. 

આ ખતરનાર અને જીવલેણ બીમારી છે

એવું કહેવામાં આવે છે કે, એક એવો વાયરસ બહાર આવ્યો, જે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. વેટલેન્ડ વાયરસ મુખ્યત્વે ટિક કરડવાથી ફેલાય છે. જેમાં વાયરસનું એક જૂથ છે જેમાં ટિક દ્વારા વહન કરવામાં આવતાં ઘણા વાયરસનો સમાવેશ થાય છે. તપાસમાં ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક તાવ પાછળ પણ વાયરસ જોવા મળ્યો હતો. આ ખતરનાર અને જીવલેણ રોગ છે, જે ટિક કરડવાથી અથવા ચેપગ્રસ્ત લોકોના શારીરિક પ્રવાહીના સંપર્કમાં આવતાં મનુષ્યોમાં ફેલાય છે. 

આ કારણે વાયરસનું નામ 'વેટલેન્ડ' પડ્યું છે

આ કિસ્સામાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, વાયરસ ભેજવાળી જમીન (વેટલેન્ડ) અથવા એવા પ્રકારના વાતાવરણમાં રહેનારા ટિક્સ દ્વારા ફેલાય છે. જેના કારણે વાયરસનું નામ 'વેટલેન્ડ' પડ્યું છે. 

વાયરસના લક્ષણોમાં મુખ્યત્વે તાવ આવે છે.

વેટલેન્ડ વાયરસના લક્ષણોમાં તાવ આવે છે. આ વાયરસની શરીરમાં પ્રવેશ થતાંની સાથે જ વ્યક્તિને શરદી અને તાવ આવવા લાગે છે. આ સાથે માથાનો દુખાવો અને શરીરના દુખાવાની ફરિયાદ પણ થાય છે.


Google NewsGoogle News