આ છે યુકેનું અનોખું ગામ, અહીં દરેક ઘરના દરવાજાનો રંગ એકસરખો છે, અહીં પ્રવાસીઓ પણ આવે છે...

આ ગામની ઇમારતોની સંભાળ રાખવાનું કામ ફિટ્ઝવિલિયમ એમેનિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે

આ ગામમાં કોઈ સુપરમાર્કેટ કે દુકાનો નથી, પરંતુ માત્ર એક નાની અને સુંદર દુકાન છે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
આ છે યુકેનું અનોખું ગામ, અહીં દરેક ઘરના દરવાજાનો રંગ એકસરખો છે, અહીં પ્રવાસીઓ પણ આવે છે... 1 - image
Image Wikimedia

યુકેના રોધરહામ નજીક વેન્ટવર્થ નામનું એક સુંદર ગામ આવેલું છે, જેને જોઈને એવુ લાગે છે કે તેને સીધુ 18મી સદીથી ઉપાડીને લાવવામાં આવ્યું હોય તેવું લાગે છે. આ ગામની ઇમારતોની સંભાળ રાખવાનું કામ ફિટ્ઝવિલિયમ એમેનિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ગામની ઐતિહાસિક ધરોહર જાળવી રાખવા માટે ટ્રસ્ટે ખાસ નિયમો બનાવ્યા છે જે ગામના દરેક ઘરે તેનુ પાલન કરવુ ફરજીયાત છે.

દરેક ઘરના દરવાજાને વેન્ટવર્થ ગ્રીન રંગથી રંગવામાં આવેલા

આ નિયમોનું પાલન ગામમાં રહેતા તમામ 1400 લોકો માને છે, અને તેમાંથી એક એ છે કે ગામના દરેક ઘરના દરવાજાને વેન્ટવર્થ ગ્રીન રંગથી રંગવામાં આવેલા હોય અને બારીની ફ્રેમનો રંગ પણ સફેદ હશે. તેમ છતાં આ ગામ અનેક રીતે અનોખું અને આકર્ષક લાગી રહ્યું છે. આ ગામમાં કોઈ સુપરમાર્કેટ કે દુકાનો નથી, પરંતુ માત્ર એક નાની અને સુંદર દુકાન છે, જ્યાથી જરૂરી કરિયાણું અને અન્ય વસ્તુઓ મળી રહે છે.

જૂના અને નવા ચર્ચ પણ આકર્ષણનું કેન્દ્ર 

આ સાથે નવાઈની વાત એ છે કે, અહીં બે પબની સાથે એક રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં લાઇવ ઇવેન્ટ્સ પણ યોજાતી હોય છે. અહીંના મુખ્ય રસ્તાઓ  પર ઘણા ઐતિહાસિક મકાનો આવેલા છે. અહીંના જૂના અને નવા ચર્ચ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જેને લોકો મુલાકાત લેવાનું  પસંદ કરે છે. આ સિવાય વેન્ટવર્થ વુડહાઉસ નામના ગામથી 20 મિનિટના અંતરે આવેલું છે, જેને ગ્રેડ 1 નું લિસ્ટેડ કન્ટ્રી હાઉસ માનવામાં આવે છે.

કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ બતાવવામાં આવ્યા છે

વેન્ટવર્થ વુડહાઉસ આ ગામનું મુખ્ય આકર્ષણ છે, જે ઈંગ્લેન્ડના સૌથી મોટા જૉર્જિયન મકાનોમાથી એક માનવામાં આવે છે. જેને કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ બતાવવામાં આવ્યા છે. આ ઘરોની અંદર મોટા મોટા સ્ટેટ રૂમ છે અને 50 એકરમાં પ્રાઈવેટ ગાર્ડન પણ જોવા મળે છે. અહીં આવનારા લોકો આ જગ્યાની જૂની પરંતુ આકર્ષક હોવાના કારણે ખૂબ વખાણ કરે છે.


Google NewsGoogle News