400 કરોડના શાહી લગ્ન માટે ફેમસ થયેલા વરરાજા પર થયો કેસ,થઇ શકે છે આજીવન કારાવાસની સજા
નવી મુંબઇ,તા. 7 ડિસેમ્બર 2023, ગુરુવાર
વિશ્વના સૌથી મોંઘા લગ્ન પેરિસમાં થયા હતા. પેરિસમાં થયેલા આ લગ્નસમારોહને સદીના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવી રહ્યા હતા. 26 વર્ષની મેડેલીન બ્રોકવેના લગ્નમાં લગભગ 5 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નના ફોટો અને વીડિયો પણ વાયરલ થયા હતા ત્યારે હવે આ લગ્નને નજર લાગી ગઇ છે.
આ લગ્નને મહિનો પણ પુરો થયો નથી ત્યારે વરરાજા વિરુદ્વ કેસ નોંધાયો છે. બ્રોકવેના પતિ 29 વર્ષીય જૈકબ પર પોલીસ ઓફિસર પર ગોળી ચલાવવાનો આરોપ છે. આ કારણે તેમને આજીવન કારાવાસની સજા પણ થઇ શકે છે.
શું છે ઘટના?
14 માર્ચે ટેક્સાસમાં 3 પોલીસ ઓફિસનરની સાથે ઝપાઝપી કરવા બાબતે અને એક ઓફિસર ગોળી ચલાવવા બાબતે તેમના વિરુદ્વ એક્શન લેવામાં આવ્યો. 30 નવેમ્બરના રોજ તેમને ટેંરેટ કાઉંટી કોર્ટ હાઉસમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો તેમના વિરુદ્વના કેસમાં તે આરોપી સાબિત થાય છે તો તેમને આજીવન કારાવાસની સજા થઇ શકે છે.
શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ?
પેરિસમાં એક ભવ્ય સમારંભમાં મેડેલીન બ્રોકવેએતેના બોયફ્રેન્ડ જેકબ લેગ્રોન સાથે લગ્ન કર્યા. એક રિપોર્ટ અનુસાર, $59 મિલિયન એટલે રૂ.4,91,55,70,250 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ લગ્ન સમારંભે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
મેડેલીન બ્રોકવે, જે અમેરિકામાં કાર ડીલરશીપ બિઝનેસ ફેમિલીમાંથી આવે છે, કાર ડીલરશીપ ઉદ્યોગમાં અગ્રણી વ્યક્તિ બોબ બ્રોકવે બિલ નર્સરી મોટર્સના CEO અને પ્રમુખ છે. કન્યા મેડેલીનના પિતા રોબર્ટ બોબ બ્રોકવેએ આ લગ્ન સમારોહમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. તેમણે તેમની પુત્રીના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી.
સમારોહ 7 દિવસ સુધી ચાલ્યો
વેડિંગ ઈવેન્ટ માટે પ્રતિષ્ઠિત પેલેસ ઓફ વર્સેલ્સ બુક કરવામાં આવ્યો હતો, જ્યાં ત્યાં રાત્રિ રોકાણનો ખર્ચ $2,400 થી $14,200ની વચ્ચે છે, જે 2 લાખથી 11 લાખ રૂપિયા સુધીનો છે. તમામ મહેમાનોને પ્રાઈવેટ જેટ દ્વારા આ મહેલમાં લાવવામાં આવ્યા હતા. આ લગ્નની ઉજવણી લગભગ 7 દિવસ સુધી ચાલી હતી અને અહીં હાજર વ્યવસ્થા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેડેલીન અને જેકબે ડ્રેસ પણ એકદમ હટકે અને લાજવાબ હતા.મેડેલીન અને જેકબ 18 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા. મેડેલીન બ્રોકવેએ આ ભવ્ય લગ્નના ફોટો અને વીડિયો શેર કર્યા હતા જે વાયુવેગે વાયરલ થઇ ગયા હતા.