Get The App

જેઓ અમારી ઉપર જેટલો ટેક્ષ નાખશે તેઓની ઉપર અમે તેટલો જ ટેક્ષ નાખીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
જેઓ અમારી ઉપર જેટલો ટેક્ષ નાખશે તેઓની ઉપર અમે તેટલો જ ટેક્ષ નાખીશું : ડોનાલ્ડ ટ્રમ્પ 1 - image


- હાય-ટેરીફ અંગે ટ્રમ્પનો ભારતને સંદેશ

- અમેરિકાથી થતી આયાતો ઉપર ભારતમાં 100 થી 200 ટકા ટેરિફ છે, સહજ છે આથી નારાજ ટ્રમ્પ તેટલો જ ટેક્ષ નાખવાના છે

માર એ લાગો : ફલોરિડાના રિસોર્ટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું હતું કેભારત અમારા માલની આયાત ઉપર જેટલો કર (ટેરીફ) લગાવે છે, અમે સામે તેટલો જ કર (રેસિપ્રોકલ ટેક્સ) અમે તે દેશોમાંથી થતી આયાતો ઉપર લાદીશું.

તે પણ સત્ય છે કે ભારત અમેરિકાથી કરાતી આયાતો ઉપર ૧૦૦ થી ૨૦૦ ટકા જેટલો આયાત કર લગાડે છે. તેમાંએ લકઝરી આયટેમ ઉપર તો ૨૦૦ ટકા જેટલો આયાત કર છે.

ટ્રમ્પે અહીં યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્પષ્ટ અને સીધી વાત કરી દીધી હતી કે તેઓ આપણી ઉપર ટેક્ષ લગાડે છે. અમે તેટલી જ રકમનો ટેક્ષ  તેઓની ઉપર લગાડીશું. આ નિયમ ભારતને પણ લાગુ પડશે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું, મિત્રતા એક વાત છે. વ્યાપાર-વ્યવહાર જુદી વાત છે. ભારત આપણી જેજે ચીજો ઉપર જેટલો આયાત કર લગાડે છે તેટલો જ તેમની ચીજો પર આયાત કર લગાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત અમેરિકાથી થતી આયતો ઉપર ૧૦૦ થી ૨૦૦ ટકા આયાત કર લે છે. લકઝરી આઇટેમ્સ ઉપર ૨૦૦ ટકા આયાત કર છે. હવે જો ટ્રમ્પ તેટલો જ તે પ્રમાણેનો આયાત કર ભારત ઉપર (ભારતીય ચીજો ઉપર) લગાડે તો ભારતના વ્યાપાર વાણિજયને મોટો ફટકો પડવા સંભવ છે.


Google NewsGoogle News