Get The App

ચીન સામે ઝુકીશું નહી કે ઉશ્કેરણી પણ કરીશું નહી, તાઇવાનના નવા રાષ્ટ્રપતિની સ્પષ્ટ વાત

સ્વશાસિત દ્વીપ હોવાથી તેને ચીન તરફથી ધમકી મળવી જોઇએ નહી.

લાઇ ચિંગે મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગના સ્થાને પદ સંભાળ્યું છે

Updated: May 20th, 2024


Google NewsGoogle News
ચીન સામે ઝુકીશું નહી કે ઉશ્કેરણી પણ કરીશું નહી,  તાઇવાનના નવા રાષ્ટ્રપતિની સ્પષ્ટ વાત 1 - image


તાઇપે, ૨૦ મે,૨૦૨૪,સોમવાર 

તાઇવાનના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ લાઇ ચિંગ તે ને પદ સંભાળ્યા પછી પ્રથમ વાર ચીન અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે તાઇવાન સ્વશાસિત દ્વીપ હોવાથી તેને ચીન તરફથી ધમકી મળવી જોઇએ નહી. લાઇએ વર્તમાન વર્ષની શરુઆતમાં જ ચુંટણી જીતીને વિજેતા બન્યા હતા, તેમણે હમણાં એક સમારોહમાં પદની શપથ લીધી હતી. અપેક્ષાકૃત ઉદારવાદી નેતાએ ચીન સાથેની વાસ્તવિક સ્થિતિ જાળવી રાખવાની જાહેરાત કરી છે. 

ચીન તાઇવાન સંબંધો અંગે સ્પષ્ટતા કરી હતી કે તાઇવાન સરકાર કયારેય ઝુકશે નહી અને કોઇ ઉશ્કેરણી પણ કરશે નહી. જે પરીસ્થિતિ છે તેમાં કોઇ જ પરિવર્તન થાય તેમ ઇચ્છતી નથી. મતલબ કે તાઇવાન ચીનથી સ્વતંત્ર દેશ તરીકેનું અસ્તિત્વ જાળવી રાખવા ઇચ્છે છે. ચીન ઘણા સમયથી તાઇવાનને પોતાનો ભાગ ગણીને સાર્વભૌમત્વ ખતમ કરવા ટાંપીને બેઠું છે ત્યારે તાઇવાન સરકારની જાહેરાત ખૂબજ મહત્વની છે.  લાઇ ચિંગ તાઇવાનના ફાયરબ્રાંડ અત્યંત લોકપ્રિય રહેલા મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગના સ્થાને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. 

સાઇના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ખૂબજ કપરો રહયો હતો. ચીનની સતત ધમકીઓ વચ્ચે તાઇવાની નાગરિકોનું મોરલ જાળવી રાખ્યું હતું. કોરોના મહામારી અને આર્થિક તંગી વચ્ચે આર્થિક અને સામાજિક વિકાસ જાળવી રાખ્યો હતો. સાઇ એ બે ટર્મ સુધી તાઇવાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. ચીન સાથે સાઇને બારમો ચંદ્રમા રહયો હતો. નવા રાષ્ટ્રપતિ લાઇ ચિંગને પણ ચીન અલગાવવાદી ગણાવે છે.



Google NewsGoogle News