મને ઈલોન મસ્ક કરતાં વધુ સમજદાર વ્યક્તિની જરૂર હતી પણ.... ટ્રમ્પનું આશ્ચર્યજનક નિવેદન
We Were Looking for a Person Smarter than Elon Musk: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે DOGE એટલે કે યુએસ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્મેન્ટ એફિશિએંસીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે DOGE માટે ઈલોન મસ્ક કરતાં વધુ સમજદાર વ્યક્તિની શોધ કરવામાં આવી હતી, પરંતુ કોઈ મળ્યું ન હતું. તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મસ્ક DOGE માટે માત્ર કામ કરે છે અને આ અંગે તે કોઈ નિર્ણય લઈ શકશે નહીં.
મને મસ્ક કરતાં વધુ સમજદાર વ્યક્તિની જરૂર હતી
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, 'તમે વિશ્વના સૌથી અમીર વ્યક્તિને 'ખર્ચ ઘટાડવા'ના વિભાગના વડા કેમ બનાવ્યા? આના પર ટ્રમ્પે કહ્યું, 'તે સારા છે... જો કે હું તેના કરતાં વધુ સમજદાર વ્યક્તિને શોધવા માંગતો હતો. મેં ઘણી શોધ કરી, પરંતુ તેમ થયું નહી. મને તેના કરતાં સમજદાર કોઈ મળ્યું નથી. આવી સ્થિતિમાં અમારે દેશ માટે આ વ્યક્તિ પર સહમત થવું પડ્યું.'
DOGEના કાર્યની પ્રશંસા કરતાં ટ્રમ્પે કહ્યું, 'મસ્કનું કામ એક્ઝિક્યુટિવ ઓર્ડર લેવાનું અને તેના સેંકડો પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનું છે. તેમની પાસે ખૂબ જ આશાસ્પદ યુવાનો છે જે તેમના માટે કામ કરે છે.'