આવી કટ્ટર સરકાર અમે જોઇ નથી, બાયડન ઇઝરાયેલ પર તાડૂકયા, આપી દીધી ચેતવણી

ગાજાના તમામ વિસ્તારોમાં બોંબમારાથી ઇઝરાયેલ ગ્લોબલ સપોર્ટ ગુમાવશે

ગાજા પર હુમલા રોકો અને ટૂ સ્ટેટ ફોર્મ્યુલા સ્વીકારી લેવાની સલાહ

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
આવી કટ્ટર સરકાર અમે જોઇ નથી, બાયડન  ઇઝરાયેલ પર તાડૂકયા, આપી દીધી ચેતવણી 1 - image


ન્યૂયોર્ક,૧૩ ડિસેમ્બર,૨૦૨૩,બુધવાર 

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઇ અને આંતરરાષ્ટ્રીય કુટનીતિના કોઇ નવા આયામ પર પહોંચી છે. ૭ ઓકટોબરે હમાસના આંતકીઓએ ઇઝરાયેલ પર ૫ હજાર રોકેટસ વડે હુમલો કરીને ૧૪૦૦ લોકોને મારી નાખ્યા હતા. ત્યાર પછી ઇઝરાયેલે જે વળતી કાર્યવાહી કરી છે જેમાં પેલેસ્ટાઇન અને ગાજામાં ૧૮૦૦૦થી વધુ લોકોના મુત્યુ થયા છેજેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા સૌથી વધારે છે.

સ્વભાવિક મિત્ર ગણાતા અમેરિકાએ ઇઝરાયેલને આત્મરક્ષાના અધિકાર અને કાર્યવાહી કરવા બાબતે સમર્થન આપ્યું હતું પરંતુ હવે ઇઝરાયેલ હમાસની લડાઇ બાબતે અમેરિકાનું વલણ બદલાઇ રહયું છે. અમેરિકાએ ઇઝરાયેલને ગાજા પર હુમલા રોકવાની અને પેલેસ્ટાઇનને લઇને ટૂ સ્ટેટ ફોર્મ્યુલા સ્વીકારી લેવાની સલાહ આપી છે.

આવી કટ્ટર સરકાર અમે જોઇ નથી, બાયડન  ઇઝરાયેલ પર તાડૂકયા, આપી દીધી ચેતવણી 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઇઝરાયલની નેતન્યાહુ સરકાર પર કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગત મંગળવારે ઇઝરાયેલની વર્તમાન સરકારને સૌથી કટ્ટર સરકારમાંની એક ગણાવી છે.  આ એવી સરકાર છે જે પેલેસ્ટાઇનમાં ટુ સ્ટેટ સોલ્યૂશન ઇચ્છતી નથી. બાયડને ઇઝરાયેલને એવી પણ ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલનું આ વલણ ચાલું જ રહયું તો તે ઝડપથી ગ્લોબલ સર્પોટ ગુમાવી દેશે.

ઇઝરાયેલ જે રીતે ગાજાના તમામ વિસ્તારોમાં બોંબમારો કરી રહયું છે તે જોતા વૈશ્વિક સમર્થન ગુમાવી દે તેવી શકયતા ઉભી થઇ છે. અમેરિકાની બાયડેન સરકારે પ્રથમ વાર ઇઝરાયેલ માટે આવું કડક વલણ અપનાવ્યું છે. પેલેસ્ટાઇનીઓની ચિંતા કરીને અમેરિકાએ નિદોર્ષ લોકોને દંડ નહી આપવાની તથા સુરક્ષા આપવાનું વલણ લીધું છે



Google NewsGoogle News