‘અમે ભારત અને ચીન વચ્ચે...’ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ પદ સંભાળતા જ બંને દેશોને આપ્યો ઝટકો
- સંભવ છે કે દિશાનાયકે પરિસ્થિતિનો પૂરો અભ્યાસ કર્યો છે
- શ્રીલંકા ભૂ-રાજકીય પ્રતિસ્પર્ધામાં પડવા માગતુ નથી તેમજ કોઈપણ સત્તા જૂથ સાથે જોડાવા માગતું નથી : ભારત- ચીન સાથે સમતોલ સંબંધો રાખવા માગે છે
કોલંબો : શ્રીલંકાના નવ નિર્વાચિન પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સેન્ડવિચ થવા શ્રીલંકા ઇચ્છતું નથી. આ સાથે દેશના અગ્રિમ સામાયિક માનોકલ ને આપેલી મુલાકાતમાં તેઓએ સ્પષ્ટત: કહ્યું હતું કે શ્રીલંકા ભૂ-રાજકીય પ્રતિસ્પર્ધામાં પડવા માગતુ નથી તેમજ કોઈપણ સત્તા જૂથ સાથે જોડાવા તેની ઇચ્છા નથી. કોઈપણ સત્તા જુથ સાથે જોડાવાને બદલે તેઓની નેશનલ પીપલ્સ પાવર સરકાર ભારત અને ચીન બંને સાથે સમતોલસંબંધો રાખવા માગે છે. આ બંને દેશો શ્રીલંકાના નિકટવર્તી દેશો છે. આ સાથે દિશાનાયકે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈ પણ ભૂરાજકીય સ્પર્ધામાં પડવા માગતા નથી. અમે યુરોપિયન યુનિયન, મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશો સાથે પણ સારા સંબંધો રાખવા માગીએ છીએ.
પોતાની વિદેશ નીતિ અંગે આ મુલાકાતમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીલંકા વૈશ્વિક મહાસત્તાઓની હરિફાઈઓમાં પડવાને બદલે સૌ કોઈને લાભકર્તા બની રહે, તેવી રાજદ્વારી ભાગીદારી બાંધવા ઇચ્છીએ છીએ.
ઉલ્લેખનીય છે કે એ.કે.ડી. તરીકે જાણીતા થઈ ગયેલા અનુરાકુમાર દિશાનાયકે એક વિદ્યાભ્યાસુ છે. તેઓ સ્પષ્ટ ડાબેરી વલણ ધરાવે છે. તેથી પ્રાથમિક દ્રષ્ટિએ જ તેમ લાગે કે તેઓ ચીન તરફ વળશે જ પરંતુ કેટલાક નિરિક્ષકો તેમ માને છે કે તેમાની ફીલીપાઇન્સ, વિયેતામ (જયાં પણ ડાબેરી સરકાર છે તેમજ ઇન્ડોનેશિયા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા ચીન સામે તૈયાર ઉભા છે. ચીનની તળભૂમિથી થોડા જ કિ.મી. દૂર આવેલા તાઇવાનને દબડાવવા ચીનના તમામ પ્રયત્નો તેમની નજર બહાર ગયા હોય તે સંભવિત જ નથી. તેઓ એક તરફ ચીન દ્વારા તાઇવાનને દબડાવવાની નીતિ તો બીજી તરફ માત્ર ૨૨ માઇલ જ દૂર રહેલા ભારત તેને અણીના વખતે કરેલી સહાય અને શ્રીલંકાની સ્વતંત્રતા વિષે ભારતે આપેલી પુષ્ટિ. તેઓની જ નહીં કોઇની પણ નજર બહાર જાય તેમ નથી. આર્થિક સહાય આપી હેબરશેર બંદરને ૯૯ વર્ષના પટ્ટે આપવા ચીને કરેલું દબાણ અને તેની સામે શ્રીલંકાને ઝુકવુ પડયું તે તેવો ભૂલે તેમ નથી. તેમજ ભારતે કરેલી બિનશર્તીય સહાય પણ ભૂલેતેમ નથી માટે ભારતે ગભરાવવાની જરૂર નથી.