બશર-અલ-અસદ નાસી ગયા પછી અમે વિપ્લવી જૂથના રાજદ્વારી સંપર્કમાં છીએ
- ઇંગ્લેન્ડે બળવાખોર જૂથોને પ્રતિબંધિત કર્યા છે
- હજી સુધીમાં એવી દરેક પ્રકારની ચેનલ વાપરી છે તેવી રીતે રાજદ્વારી ચેનલ પણ વાપરી છે અન્ય ઉપાય નથી
લંડન : બ્રિટનના વિદેશ મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે અમે સીરીયાના વિપ્લવી જૂથ હયાત-તહરિર- અલ- શાહ સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યા છે. તે પ્રતિબંધિત ત્રાસવાદી જૂથ છે, તેમ છતાં તેની સાથે પણ રાજદ્વારી સંબંધો બાંધ્યા વિના છૂટકો પણ નથી, તે તમે સમજી જ શકો છો.
આ ઉપરાંત વિદેશ મંત્રી ડેવિડ બેમીએ જણાવ્યું હતું કે અમે ત્યાં પ્રતિનિધિઓની સરકાર (લોકશાહી સરકાર રચાય તેમ ઇચ્છીએ છીએ.) સાથે કેમિકલ વેપન એક તરફ મુકાઈ જાય તેમ પણ ઇચ્છીએ છીએ. તેનો ઉપયોગ ન થાય તેમ પણ ઇચ્છીએ છીએ, સાથે ત્યાં હિંસાનો અંત આવી જાય તેવી આશા રાખીએ છીએ.
ડેવિડ બેનીએ રવિવારે પત્રકરોને કરેલા સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બધા કારણોસર અમે તમામ ચેનલ્સનો ઉપયોગ કરી લીધો છે. હવે રાજદ્વારી ચેનલનો પણ ઉપયોગ કરવા માગીએ છીએ. કારણ કે તે વિના બીજો ઉપાય જ નથી.