VIDEO : ચીનમાં અજીબ હવામાન! એક તરફ ભયંકર હિમવર્ષા બીજી તરફ રેતીનું વાવાઝોડું ત્રાટક્યું, - 52 ડિગ્રી તાપમાન
Sandstorm in China : ચીનના હવામાન વિભાગે રવિવાર એટલે કે 18 ફેબ્રુઆરી 2024એ ત્રણ અલગ અલગ જાહેર કર્યા છે. જેમાંથી પહેલું ઝડપથી તાપમાન ઘટવું. બીજું ભયંકર હિમવર્ષાનું અને ત્રીજું રેતીના વાવાઝોડાનું. હાલમાં ચીનમાં નવા વર્ષનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો પોતાના ઘરે જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે.
ચીનના નેશનલ મેટિરોલોજિકલ સેન્ટરે કહ્યું કે, ભયંકર ઠંડી પડવાની છે. તેના માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. આ બીજા લેવલથી સૌથી ખતરનાક અલર્ટ છે. તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. આગામી સમયમાં પણ ઘટાડો થશે. ઓછામાં ઓછા 8 થી 12 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ખાસ કરીને ઉત્તર ચીન, ઈનર મંગોલિયા, ઉત્તર-પૂર્વ ચીન અને મધ્યમાં. જેમ કે હુબેઈ અને હૂનાના પ્રાંતમાં ભયંકર હિમવર્ષા અને ઓછા તાપમાનની આગાહી કરાઈ છે.
આ ઠંડીની સીઝનમાં પરિસ્થિતિ તો ત્યારે વિકટ બની જ્યારે રેતીનું વાવાઝોડું આવ્યું. ઝડપી પવનની સાથે ચાલનારું રેતીનું વાવાઝોડું આવ્યું. હવા એટલે વધારે ઝડપી હતી કે લોકો રોડ પર પડી રહ્યા હતા. હવા તેમને ઉઠાવીને દૂર ફેંકી રહી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરપશ્ચિમ રાજ્ય શિનજિયાંગમાં રેતીના તોફાને આફત સર્જી દીધી છે.
તાપમાનમાં ઝડપથી ઘટાડો, માઈનસ 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
તેની અસર ગાંસૂ, ક્વિનઘાઈ અને શિજાગ ઓટોનોમર રીજન પર પણ પડી. શિનજિયાંગમાં આમ તો તાપમાન ખુબ ઓછું ચાલી રહ્યું છે. અલ્ટે નામની જગ્યાએ તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો. તાપમાન માઈનસ 52.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આ 21 જાન્યુઆરી 1960 બાદ શિનજિયાંગનું સૌથી ઓછું તાપમાન છે. આ એક નવો રેકોર્ડ છે.
હજારો પ્રવાસીઓ ફસાયા
ગાંસૂ વિસ્તારના જિયુકુઆન શહેરમાં 40 હજારથી વધુ પ્રવાસી ટ્રાફિક કંટ્રોલ ન હોવાના કારણે ફસાયા. તેમને બરફના વાવાઝોડા, રેતીના વાવાઝોડા, ઝડપી પવનોનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે અને એક્સપ્રેસ પર લોકોને જવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. ચીનની સરકારે 42,929 લોકોને બચાવવા માટે ઈમરજન્સી સર્વિસ શરૂ કરવી પડી.
ગુઆઝોઉમાં પણ 25 હાજર પ્રવાસીઓ ફસાયા. તેમને પણ સુરક્ષિત રીતે બહાર કઢાયા. આ લોકોને સ્થાનિક હોટલોમાં રોકી દેવાયા છે. અંદાજિત 6 હજાર બેડ્સની વ્યવસ્થા હોટલ્સમાં કરાઈ છે. 1700 બેડ્સની વ્યવસ્થા સ્થાનિક શાળાઓમાં કરાઈ છે. જેથી ફસાયેલા પ્રવાસીઓને હવામાન બરાબર થતા જ પરત મોકલી શકાય.
હાલ વધુ ખતરનાક હવામાન થવાની ચેતવણી
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ચીનમાં આ પ્રકારે અજીબ હવામાનના કારણે કેટલાક સ્તરે વાતાવરણમાં ફેરફારના કારણે થયું છે. ઉત્તર-પશ્ચિમમાં રેતીનું તોફાન છે. ઉત્તર-પૂર્વમાં ભયંકર હિમવર્ષાની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી આવું જ હવામાન રહેવાની શક્યતા વર્તાઈ રહી છે. આ રીતે હવામાન ખુબ ખતરનાક મોડમાં છે.