VIDEO: ભરવરસાદમાં લેન્ડિંગ સમયે માંડ માંડ બચ્યું બોઈંગ 737 વિમાન, કંપનીએ કહ્યું- લપસ્યું નહોતું, પવનની ગતિ વધી
Indonesia Plane Video : અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં 260 લોકો જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ બોઈંગ વિમાનોની સેફ્ટીને લઈ સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદની ઘટના બાદ ઈન્ડોનેશિયામાં બોઈંગ વિમાનની ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં એક બોઈંગ વિમાન ક્રેશ થતા બચી ગયું છે. વીડિયોમાં કદર બાટિક એરનું બોઈંગ-737 લેન્ડ થતી વખતે એકતરફ અચાનક નમતું દેખાઈ રહ્યું છે. ખરાબ હવામાનના કારણે બોઈંગ વિમાન રન-વે પરથી લપસતું દેખાઈ રહ્યું છે.
રન-વે પર ડગમગી રહેલા ફ્લાઈટનો વીડિયો વાયરલ
વાસ્તવમાં આ ઘટના ઈન્ડોનેશિયાના ટૈંગેરાંગના સોએકરનો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બની છે. અહીં ખરાબ હવામાન અને ભારે પવન વચ્ચે બાટિક એર બોઈંગ-737 નંબરની ફ્લાઈટે લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અચાનક વિમાન ડગમગી ગયું હતું. જોકે પાયલોટે ફ્લાઈટ પર કાબુ મેળવી લેતા તમામ મુસાફરો સુરક્ષીત છે. જ્યારે વિમાન લેન્ડ થયું ત્યારે તેની સ્પીડ વધુ હતી. આ ઉપરાંત રન-વે પર પાણી ભરાયું હતું, જેના કારણે તે સામાન્ય લપસી ગયું હતું. પાયલોટની સમજદારીના કારણે મોટી વિમાન દુર્ઘટના ટાળી શકાઈ છે.
ફ્લાઈટ લપસી નથી, પવનની ગતિમાં વધારો થયો : એરલાઈન્સ
ફ્લાઈટના વાયરલ થયેલા વીડિયો અંગે એરલાઈન્સ કંપનીએ કહ્યું કે, કદર બાટિક એરનું બોઈંગ-737 ફ્લાઈટ રન-વે પર લેન્ડ થઈ ત્યારે તે લપસી નહોતી, લેન્ડિંગ પહેલા પવનની ગતિમાં એકાએક વધારો થઈ ગયો હતો. ઘટના બાદ એરપોર્ટ પરથી ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. અમારી ટેકનિકલ ટીમે વિમાનની તપાસ કરી છે, જેમાં કોઈપણ પ્રકારની ખામી જોવા મળી નથી. અમારી એરલાઈન્સે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી તમામ નિયમોનું પાલન કર્યું છે.
Media Statement dari Batik Air terkait video dan foto yang viral baru-baru ini.
— Komunitas Indoflyer (@indoflyer) June 29, 2025
Dijelaskan secara simpel sehingga mudah dipahami 👍🏼 https://t.co/hztV8lJjVb pic.twitter.com/kolxGsjtF8