Get The App

VIDEO: પોર્ટુગલના રસ્તા પર રેડ વાઈનની નદી! સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો

20 લાખ લિટરથી વધુ રેડ વાઇન બેરલ ધરાવતી ટાંકીઓ અણધારી રીતે ફાટી

Updated: Sep 12th, 2023

GS TEAM


Google News
Google News
VIDEO: પોર્ટુગલના રસ્તા પર રેડ વાઈનની નદી! સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો 1 - image
Image:Screengrab

પોર્ટુગલમાં રવિવારના દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી. પોર્ટુગલના એક નાનકડા શહેર સાઓ લોરેન્કો ડી બૈરોની શેરીઓમાં રેડ વાઈનની નદી વહેવા લાગી હતી. આ જોઇને ત્યાંના રહેવાસીઓ ચોંકી ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રેડ વાઇન ધરાવતી ટાંકીઓ અણધારી રીતે ફાટી

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે  કે લાખો લિટર રેડ વાઈન શહેરની શેરીઓમાં નદીની જેમ વહી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ આ રહસ્યમય વાઇનની નદી શહેરમાં એક ડિસ્ટિલરીમાંથી ઉદ્દભવી હતી, જ્યાં 20 લાખ લિટરથી વધુ રેડ વાઇન બેરલ ધરાવતી ટાંકીઓ અણધારી રીતે ફાટી ગઈ હતી. શહેરમાં મોકલતા પહેલા આ રેડ વાઈનને ડિસ્ટિલરીના નજીક આવેલા એક ઘરના ભોંયરામાં સંગ્રહિત કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં લીક થયેલ વાઇને પર્યાવરણીય ચેતવણી પણ ઉભી કરી હતી કારણ કે આ વાઈનની નદી એક વાસ્તવિક નદી તરફ વહીને જઈ રહી હતી.

ડિસ્ટિલરીએ માફી માંગી

સેરટીમા નદી આ રેડ વાઈનની નદીમાં ફેરવાય તે પહેલા જ ફાયર વિભાગે વાઈનના આ પૂરને અટકાવવા કાર્યવાહી કરી હતી. પૂરને રીડાયરેક્ટ કરી તેને નજીકના ખેતર તરફ વાળવામાં આવ્યું હતું. લેવિરા ડિસ્ટિલરીએ આ વિચિત્ર ઘટના માટે માફી માંગી છે. ડિસ્ટિલરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સફાઈ અને નુકસાનના સમારકામ માટે થયેલા તમામ ખર્ચની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ."

Tags :