શુક્રવારથી અમેરિકામાં મતદાનનો પ્રારંભ : મતદારોએ મિનેસોટા, સાઉથ-ડેકોટા અને વર્જિનિયામાં મતદાન કર્યું
- પ્રમુખપદની ચૂંટણી
- મધ્ય ઓક્ટોબર સુધીમાં આશરે એક ડઝન જેટલાં રાજ્યોમાં પણ મતદાન પ્રક્રિયા પૂરી થઇ જશે
વૉશિંગ્ટન, નવી દિલ્હી : વિશ્વ સમસ્તની જે ચૂંટણી ઉપર નજર મંડાઈ રહી છે તેવી અમેરિકાનાં પ્રમુખ પદની ચૂંટણીનો શુક્રવારથી પ્રારંભ થઇ ગયો છે. છેલ્લાં છ સપ્તાહથી આ ચૂંટણી માટે વ્યાપક પ્રચાર ચક્રવાત ચાલી રહ્યો છે.
લેઇક સુપિરિયરને સ્પર્શીને રહેલાં મિનેસોટા બેઇક ઑહાએ ધરાવતાં સાઉથ ડેકોટા અને એટલાંટિક મહાસાગરને સ્પર્શીને રહેલાં વર્જિનિયામાં, શુક્રવાર સવારથી જ મતદારોની કતારો શરૂ થઇ ગઈ હતી.
ઓક્ટોબરની મધ્યમાં અન્ય બારેક જેટલાં રાજ્યોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
ઉલ્લેખનીય તો તે છે કે છેલ્લાં સપ્તાહથી ચક્રવાતી ચૂંટણી પ્રચાર ચાલ્યો હોવા છતાં અને એક પક્ષના ઉમેદવારે તો પ્રતિસ્પર્ધી માટે અનેકાનેક અભદ્ર શબ્દ પ્રયોગો કર્યા હોવા છતાં એ મતદાન ઘણું જ શાંતિ પૂર્ણ રહ્યું હતું.
પ્રમુખ જો બાયડેને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે નહીં ઊભા રહેવાનો નિર્ણય કરી ઉપપ્રમુખ કમલા હેરિસને પાર્ટીનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યા. તેઓની સામે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચૂંટાવા ઉભા છે. તેઓ ઉપર બે વખત તો જીવલેણ કહી શકાય તેવા હુમલા પણ થયા છે. તેમ છતાં અડગ રહી અબજોપતિ ટ્રમ્પ સુખી મધ્યમ વર્ગનાં ઉમેદવાર કમલા હેરિસ સામે મેદાને પડયા છે.
ભારત કે અમેરિકા કે ઇંગ્લેન્ડ સહિત પશ્ચિમ યુરોપના દેશોની ચૂંટણીની વ્યાપક અસર પણ હોય છે. તેઓએ અમેરિકા કે ભારત જેવી મહાસત્તા સત્તાની ચૂંટણીઓ ઉપર વિશ્વની નજર વિશેષત: વર્તમાન ચક્રવાતી વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં તો બાજ નજરે મંડાઈ રહી હોય છે. ભારતની જનતાએ તો ચુકાદો આપી જ દીધો છે. રાહ જોઇએ ૫મી નવેમ્બરની અમેરિકામાં પ્રમુખપદે કોણ આવશે તેની.