‘તમારા પર પણ કરી દઈશું હુમલા', યુક્રેનની મદદ કરનારા અમેરિકા બ્રિટનને પુતિને આપી ધમકી
Vladimir Putin Warns America and Britain to Attack : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા અને બ્રિટન પર હુમલો કરવાની ધમકી આપી છે. યુક્રેન રશિયા સામે યુએસ અને બ્રિટનની મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે. ત્યારે રશિયાએ પણ ધમકી આપી છે કે, તે આ દેશો વિરુદ્ધ બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરશે. રિપોર્ટ પ્રમાણે એક ટીવી પર સંબોધન દરમિયાન પુતિને કહ્યું કે, જે લોકો યુક્રેનને મદદ કરી રહ્યા છે, તેમના પર પણ હુમલો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સામાન્ય નાગરિકોને સલામત સ્થળે લઈ જવા માટે અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : રશિયાએ ઉત્તર કોરિયાને આપી એન્ટી-એર મિસાઈલો, બદલામાં પુતિનને મળી સૌથી મોટી મદદ
યુએસ એર ડિફેન્સ સિસ્ટમ રશિયન મિસાઈલોને રોકવામાં સક્ષમ નથી
પુતિને એક ટીવી પર સંબોધન આપતાં જણાવ્યું કે, ગુરુવારે યુક્રેન પર રશિયન હુમલો, આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકન અને બ્રિટિશ મિસાઇલો સાથે રશિયન પ્રદેશ પર યુક્રેનના હુમલાના જવાબમાં હતો. તેમણે ચેતવણી આપી હતી કે, યુએસ એર ડિફેન્સ સિસ્ટમ રશિયન મિસાઈલોને રોકવામાં સક્ષમ નથી. યુક્રેને ગુરુવારે દાવો કર્યો હતો કે, રશિયાએ રાત્રે તેના એક શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. તો, અમેરિકન અધિકારીઓએ કહ્યું છે, કે શરુઆતી મૂલ્યાંકન સંકેત આપે છે, આ હુમલો મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ દ્વારા કરવામાં આવ્યો હતો.
યુક્રેનિયન દળોએ તેમાંથી છ મિસાઈલોને નષ્ટ કરી
યુક્રેને કહ્યું કે, અન્ય આઠ મિસાઈલો સાથે નીપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી, અને યુક્રેનિયન દળોએ તેમાંથી છ મિસાઈલોને નષ્ટ કરી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા અને ઔદ્યોગિક સંસ્થાન અને વિકલાંગ લોકો માટેના પુનર્વસન કેન્દ્રને નુકસાન થયું હતું. જો કે, ICBM ની સ્ટ્રાઈક રેન્જ યુક્રેન સામે ઉપયોગ માટે અત્યાધુનિક લાગતી હતી. આવી મિસાઇલો પરમાણુ હથિયાર વહન કરવા માટે બનાવવામાં આવી છે, અને તેનો ઉપયોગ રશિયાની પરમાણુ ક્ષમતાના શક્તિશાળી સંદેશ તરીકે કામ કરશે.
આ પણ વાંચો : નેતન્યાહુ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર: અમેરિકા નારાજ, ટ્રુડોએ કહ્યું-કેનેડા કરશે ધરપકડ
'સ્ટોર્મ શેડોઝ' મિસાઇલોનો પણ બુધવારે કથિત રીતે ઉપયોગ કરાયો
આ હુમલો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને એક સુધારેલા પરમાણુ સિદ્ધાંત પર હસ્તાક્ષર કર્યાના બે દિવસ પછી થયો છે. જે દેશમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની મર્યાદાને ઔપચારિક રીતે ઓછી કરે છે. યુક્રેને અમેરિકા દ્વારા લાંબા અંતરની મિસાઇલો મંગળવારે છોડી હતી અને બ્રિટિશ નિર્મિત 'સ્ટોર્મ શેડોઝ' મિસાઇલોનો પણ બુધવારે કથિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છ HIMARS રોકેટ અને 67 ડ્રોનને નષ્ટ કરવામાં આવી
રશિયન સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ બે બ્રિટિશ નિર્મિત 'સ્ટોર્મ શેડો' મિસાઈલો, છ HIMARS રોકેટ અને 67 ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે. યુક્રેનમાં 'સ્પેશિયલ મિલિટરી ઓપરેશન્સ' પર મંત્રાલય દ્વારા દૈનિક બ્રીફિંગમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી અથવા કોના પર મિસાઇલો છોડવામાં આવી હતી તે વિશે જણાવ્યું નથી. 'સ્ટોર્મ શેડો' મિસાઇલોને તોડી પાડવાની મોસ્કોની આ પહેલી જાહેર જાહેરાત નથી. રશિયાએ આ અગાઉ પણ તેના કબજા હેઠળના ક્રિમિઆ પ્રાયદ્વીપમાં આવી કેટલીક મિસાઈલોને નષ્ટ કરવામાં આવી તે વિશે વાત કરી હતી.