પુતિનની 'સિક્રેટ' દીકરી! નામ બદલી પેરિસમાં રહેતી હોવાનો દાવો, હુબહુ દેખાય છે
Vladimir Putin Secret Daughter Elizaveta : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 21 વર્ષીય 'સિક્રેટ' દીકરી એલિઝાવેતા ક્રિવોનોગીખ ફરી ચર્ચામાં છે. એવો દાવો છે કે, યુક્રેન યુદ્ધ શરૂ થતાં જ તે પેરિસ ચાલી ગઈ હતી અને ખોટી ઓળખ આપીને રહેતી હતી. યુક્રેનિયન ટીવીએ તેની તપાસમાં જણાવ્યું છે કે, પુતિનની પુત્રીએ નવું નામ રાખી લીધું છે અને તે પોતાને પુતિનના સ્વર્ગીય સહયોગી ઓલેગ રુડનોવની સગા તરીકે બતાવે છે. એલિઝાવેટા ક્રિવોનોગીખ હવે લુઈઝા રોઝોવા તરીકે ઓળખાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે, જે એક સમયે રશિયામાં સોશિયલ મીડિયા પર સક્રિય હતી, તે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલા જ 'ગાયબ' થઈ ગઈ હતી.
આ પણ વાંચો : UNની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6000 સૈનિકો તહેનાત કરનાર ભારતને ફરી સોંપી મોટી જવાબદારી
એલિઝાવેટા ક્રિવોનોગીખ હવે લુઈઝા રોઝોવા તરીકે ઓળખાય છે
TSN દાવો છે કે, એલિઝાવેટાની માતાનું નામ સ્વેત્લાના ક્રિવોનોગીખ છે, જે હવે એક સફળ બિઝનેસવુમન બની ગઈ છે. આ પહેલા તે લાંબા સમય સુધી પુતિનની પાર્ટનર રહી હતી. સ્વેત્લાના હવે 49 વર્ષની છે. આજે તે એક મોટી બેંકમાં શેર ધરાવે છે, અને સેન્ટ પીટર્સબર્ગમાં પ્રખ્યાત સ્ટ્રીપ ક્લબની માલિકી ધરાવે છે. એક એવી પણ વાત છે કે, માતા અને પુત્રી બંને તેમની છેલ્લી અટક રૂડનોવા વાપરે છે. પુતિન વિશે એવો પણ દાવો કરવામાં આવે છે કે, તેમને 2 દિકરાઓ છે. તેની માતા પૂર્વ ઓલિમ્પિક જિમનાસ્ટ છે. અને બંને છોકરાઓ આલીશાન મહેલમાં રહે છે. તેમજ તેઓ ક્યારેય જાહેર સ્થળોએ જોવા મળતા નથી.
પાસપોર્ટ પરથી જાહેર થઈ જન્મ તારીખ
ટીવી ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં કહેવાયું છે કે, એલિઝાવેટા ક્રિવોનોગીખે તેનું નામ બદલી નાખ્યું અને ઘણા લોકો તેને લુઈઝા રોઝોવા તરીકે ઓળખવા લાગ્યા. જો કે, તેણે પોતાના પૂર્વજોનું નામ વ્લાદિમીરોવના હંમેશા છુપાવ્યું હતું. તે એક સમયે પેરિસ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ આર્ટ્સમાં વિદ્યાર્થી હતી, પરંતુ હવે તે ત્યાં જતી નથી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, તેની પાસે પાસપોર્ટ હતો જેમાં તેનું નામ એલિઝાવેટા ઓલેગોવના રૂડનોવા હતું. આમાં તેની જન્મ તારીખ 3 માર્ચ, 2003 નોંધાયેલ છે. TSN એ અહેવાલ આપ્યો કે, એલિઝાવેટાએ તેની અટક બદલીને રૂડનોવા કરી છે, જે પુતિનના નજીકના સાથી ઓલેગ રુડનોવથી પરથી આપવામાં આવી છે. એવું કહેવાય છે કે, નામ સાથે સંબંધિત આ ફેરફારો પુતિન સાથે તેમની નિકટતા દર્શાવે છે અને શંકામાં વધારો કરે છે.