Get The App

વિવેક રામસ્વામી ટ્રમ્પના વાઇસ પ્રેસિડેન્ટ બનશે : પીઢ રિપબ્લિકન્સમાં તેવું મંતવ્ય પ્રસરી રહ્યું છે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
વિવેક રામસ્વામી ટ્રમ્પના વાઇસ પ્રેસિડેન્ટ બનશે : પીઢ રિપબ્લિકન્સમાં તેવું મંતવ્ય પ્રસરી રહ્યું છે 1 - image


- 'x-યુઝર્સ' પણ ટ્રમ્પ - રામસ્વામી અંગે ઉત્સાહિત છે

- મોટા ભાગના પ્રી-પોલ-સર્વે ટ્રમ્પની જીત નિશ્ચિત કહે છે, રામસ્વામી ટ્રમ્પની તરફેણમાં સ્પર્ધામાંથી ખસી ગયા છે

વોશિંગ્ટન : બહુમતી રિપબ્લિકન્સ વિવેક રામસ્વામીને ટ્રમ્પના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ઈચ્છે છે તે કહેવું 'આપણને લીલું ઘાસ' ગમે છે તેમ કહેવા જેવું સહજ છે.

આયોવા કોકસનાં પરિણામો પછી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ન્યુ હેમ્પશાયરનાં એટકીનસન શહેરમાં વિવેક રામસ્વામીને સાથે રાખી એક રેલી યોજી હતી. જેમાં હજ્જારો શ્રોતાઓ સમક્ષ તેઓએ ઈંડીયન અમેરિકન નેતાનો ખુલ્લાં મને આભાર માન્યો હતો.

તે સર્વવિદિત છે કે સોમવારે પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા બાદ વિવેક રામસ્વામીએ રીપબ્લિકન વોટર્સને 'અમેરિકા ફર્સ્ટ પેટ્રિયટ'ને (ટ્રમ્પ)ને 'વ્હાઈટ હાઉસ'માં મોકલવા અનુરોધ કર્યો હતો. તેવી જ રીતે એટકીનસન શહેરમાં પણ યોજાયેલી તે રેલી દરમિયાન રામસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પને 'નેકસ્ટ પ્રેસિડેન્ટ' તરીકે ચૂંટી કાઢવા અનુરોધ કર્યો.

આ રેલીમાં ટ્રમ્પે રામસ્વામીનો તેઓને પુષ્ટિ આપવા માટે આભાર માન્યો હતો. આ સાથે 'x' યુઝર્સ પણ ટ્રમ્પ અને રામસ્વામી માટે ઉત્સાહિત છે.

જેમ્સ જીનેટે x ઉપર લખ્યું, 'વિવેક જી. રામસ્વામીએ મેં હજી સુધીમાં સાંભળેલા કોઈ પણ વક્તવ્ય કરતાં વધુ આગ ઝરતું વક્તવ્ય આપ્યું હતું. હવે અમેરિકાને ફરી અમેરિકાના સ્થાને મુકવાનો (પ્રથમ સ્થાને મુકવાનો) સમય આવી ગયો છે.' અમેરિકા જ્યાં સુધી રહે ત્યાં સુધી 'અમેરિકા ફર્સ્ટ' રહે.

અન્ય યુઝર ટેસ્લાએ લખ્યું, 'તેઓ બંને બાયડેન અને હેરીસથી તદ્દન વિરોધાભાસી છે. બાયડેન અને હેરીસે આપણા દેશનો 'નાશ' કર્યો. જ્યારે ટ્રમ્પ અને વિવેક તેનો પુરૂદ્ધાર કરવાના છે. તેને તેઓ તેની પૂર્વ ભવ્યતા અને મહાનતા તરફ લઈ જશે.'

ટ્રમ્પે વિવેકને 'ફેન્ટાસ્ટિક-ગાય' (અસામાન્ય વ્યક્તિ) કહ્યા હતા, અને કહ્યું હતું કે, 'તેઓ આપણી સાથે લાંબા સમય સુધી કામ કરશે.' ત્યારે ક્રાઉડમાંથી અવાજ ઉઠયો 'વી.પી, વી.પી.' (વાઇસ પ્રેસિડેન્ટ વાઈસ પ્રેસિડેન્ટ)

આ સ્પષ્ટ દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાશે. (જે પૂરી શક્યતા છે) તો વિવેક રામસ્વામી વિશ્વની સૌથી સબળ સત્તાના ઉપપ્રમુખ બનશે.

કહેવાની જરૂર જ નથી કે ટ્રમ્પનો વિજય નિશ્ચિત લાગતાં અને સાથે રામસ્વામી ઉપપ્રમુખ બનવાની શક્યતા જોતા ચીનનાં પેટમાં તેલ રેડાયું છે. એક તરફ તાઇવાનને કબ્જે કરવાની ચીનની મુરાદ ઉપર ટ્રમ્પ પાણી ફેરવે તેમ છે. તો બીજી તરફ લડાખ, દામ-ચોક અને અરૂણાચલમાં ભારતના હાથે માર ખાધા પછી હવે શી-જીન-પિંગેને તે ચિંતા થતી હશે કે જો વ્યાપક યુદ્ધ ફાટી નીકળશે તો ભારત ક્યાંક તિબેટને સ્વતંત્ર કરી દલાઈ લામાને પાછા તિબેટમાં ન ગોઠવી દે ?

આ તો ભવિષ્યની સંભાવના ક્ષિતિજ ઉપર જ છે. પરંતુ તે નહીં જ બને તેમ પણ ટ્રમ્પ - રામ સ્વામીના વિજય પછી કહી શકાય તેમ નથી. ભારતમાં 'વજ્ર પુરૂષ' નરેન્દ્ર મોદી છે તે પણ દુનિયા જાણે છે. ભારતના જવાનોની કઠોર તાલિમ અને તેઓની યુદ્ધ શક્તિ તથા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મક્કમતા પણ દુનિયા જાણે જ છે. તો રાજકીય શતરંજમાં વિદેશ મંત્રી એસ. જયશંકરને મ્હાત કરી શકાય તેમ જ નથી તે પણ ચીન સમજે છે, દુનિયા જાણે છે અમિત શાહની 'ચાણક્ય નીતિ' પણ ચીન અને દુનિયા જાણે છે 'લેટઅસ વેઈટ એન્ડ વોચ.'


Google NewsGoogle News