Get The App

ટ્રમ્પની સામુહિક 'દેશ નિકાલ' યોજનાને વિવેક રામાસ્વામીનું સમર્થન કહ્યું : એ તેમની પ્રાથમિકતા રહેશે

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની સામુહિક 'દેશ નિકાલ' યોજનાને વિવેક રામાસ્વામીનું સમર્થન કહ્યું : એ તેમની પ્રાથમિકતા રહેશે 1 - image


- વસાહતીઓ અંગેની કાનૂની વ્યવસ્થા જ ભાંગી પડી છે

- અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવેલાઓને દૂર કરી અમેરિકાનું જીવનધોરણ ઉંચુ લાવવાની અમારી નેમ : રામાસ્વામી

વૉશિંગ્ટન : એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પની સામે રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઉભા રહેલા વ્યાપારીમાંથી રાજકારણી બની રહેલા ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામી નવનિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રખર સમર્થક બની રહ્યા છે.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવેલા વસાહતીઓને સામુહિક રીતે દેશનિકાલ કરી તેઓને તેમના સંબંધિત દેશોમાં મોકલી દેવાની ટ્રમ્પની યોજનાને તેઓ પૂરેપૂરું સમર્થન આપે છે.

સીબીસી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિવેક રામાસ્વામીને પૂછવામાં આવ્યું કે, 'તમો એમ માનો છો કે વસાહતીઓ અંગેની કાનુની વ્યવસ્થા જ ભાગી પડી છે ?' તેના જવાબમાં તેઓએ કહ્યું : 'હા ! અમે (રીપબ્લિકન્સ) માનીએ જ છીએ ક તે સંબંધે કાનૂની વ્યવસ્થા તદ્દન ભાંગી પડી છે.'

તેઓએ વધુમાં ત્યાં સુધી કહ્યું કે, 'જેઓ છેલ્લા બે વર્ષમાં અહીં આવીને વસ્યા છે, તેઓ આ દેશમાં હજી મૂળ જમાવી શક્યા નથી. બીજુ જેઓએ અપરાધો કર્યા હોય તેઓને પણ દેશ-નિકાલ રવા જ જોઈએ. આ સંખ્યા જ લાખ્ખોની થવા જશે. પરિણામે સામુહિક દેશ-નિકાલની કાર્યવાહી શરૂ થઈ જશે.'

રામાસ્વામીએ રવિવારે એક પછી એક કેટલાય ઇન્ટરવ્યૂ આપ્યા હતા.

રામાસ્વામીએ વધુમાં કહ્યું : 'તેઓ (ટ્રમ્પ) એ કાર્યવાહી કરી રહ્યા છે કે જેથી તમો તમારા ડીનર ટેબલ ઉપર નિરાંતે ડીનર લઈ શકો. ટ્રમ્પ તેઓની આ ટર્મમાં તે કરશે કે, જે તેઓ ગઈ ટર્મમાં સંપન્ન કરી શક્યા ન હતા. મને લાગે છે કે તે એક સારી કાર્યવાહી બની રહેશે.'

પોતાની પાર્ટી રીપબ્લિકન પાર્ટીની પ્રશંસા કરતા તેઓએ કહ્યું, 'અમારી પાર્ટી અનેક નીતિઓ અને બહુવિધ કામદારોની પાર્ટી બની રહી છે. તેમાં શ્યામવર્ણી મતદારો પણ છે તો સ્પેનિશ મતદારો પણ છે. યુવાન મતદારો પણ છે.' આગળ જતા કહ્યું, 'અમે જૂનવાણી રૂઢિચુસ્ત વિચારોમાં માનતા નથી પરંતુ મુક્ત અભિવ્યક્તિ, સેન્સરશિપનો વિરોધ, યોગ્યતાની વરણી અને વિશ્વયુદ્ધથી દૂર રહેવાની વાત કરીએ છીએ તેથી જ પહેલા જે યુવાન વર્ગ અમારાથી દૂર હતો તે યુવા વર્ગ અમારી તરફ વળ્યો છે.'


Google NewsGoogle News