ચીનને આ 4 રીત અપનાવી પરાસ્ત કરવા તૈયાર ભારતવંશી 'વિવેક રામાસ્વામી', ભારત વિશે શું બોલ્યાં?

અમેરિકી રાષ્ટ્રપતિ પદના ભારતવંશી ઉમેદવાર વિવેક રામાસ્વામીની લોકપ્રિયતા સતત વધી રહી છે

તેમણે કહ્યું કે ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધો વિસ્તારવા જરૂરી, જેનાથી ચીનને અંકુશમાં લાવી શકાશે

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ચીનને આ 4 રીત અપનાવી પરાસ્ત કરવા તૈયાર ભારતવંશી 'વિવેક રામાસ્વામી', ભારત વિશે શું બોલ્યાં? 1 - image

અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ચીન સામે નિશાન સાધ્યું છે. તેમણે ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવાની હાકલ કરી છે. તેમણે ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રામાસ્વામી તેમના ગૃહ રાજ્ય ઓહાયો પહોંચ્યા હતા. અહીં તેમણે વિદેશ નીતિઓ અંગે વાતચીત કરી હતી.

ચીનને આ ચાર રીતે હરાવશે

વિવેક રામાસ્વામીએ કહ્યું કે અમારી પાસે સ્પષ્ટ વિઝન છે. અમે ચીનથી આર્થિક સ્વતંત્રતા જાહેર કરીશું અને અમેરિકી સમૃદ્ધિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હું અહીં તમારી સામે જૂઠું નહીં બોલીશ કે અમે તાત્કાલિક ધોરણે જ બધું પ્રાપ્ત કરીશું. અમે ચીનથી અલગ થવા અંગે ગંભીર છીએ. પરંતુ આ માટે આપણે ભારત સાથે સંબંધો મજબૂત કરવા પડશે. રામાસ્વામીએ કહ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો ચીનની સ્વતંત્રતાના ચાર મુખ્ય તત્વો હશે. પ્રથમ, ક્લાઈમેટ ચેન્જ એજન્ડાથી સ્વતંત્રતા, જે માત્ર તમાશો અને છેતરપિંડી છે. બીજું, સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન વધારીને. ત્રીજું, આપણે લશ્કરી ખર્ચ વધારીને અને ચોથું, ચીની દવાઓનો પુરવઠો ખતમ કરીને ચીનથી આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકીએ છીએ.

રામાસ્વામીની લોકપ્રિયતા વધી રહી છે

રિપબ્લિકન પાર્ટીની પ્રથમ પ્રમુખપદની પ્રાથમિક ચર્ચા દરમિયાન રામાસ્વામીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ વિવિધ સરવે દર્શાવે છે કે તેમની લોકપ્રિયતા વધી રહી છે. તાજેતરના ઓપિનિયન પોલમાં તેમને તેમના ઓગસ્ટના પ્રદર્શનથી 12 પોઈન્ટનો વધારો દર્શાવે છે. આ દરમિયાન વિરોધીઓ તરફથી તેમની ટીકા પણ ઝડપથી વધી રહી છે.

રામાસ્વામી ટીકાઓ સામે બોલ્યા

તાજેતરમાં, રામાસ્વામીએ એક સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે જ્યારથી મેં બીજી ડિબેટમાં સારું પ્રદર્શન કર્યું છે ત્યારથી મને આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી પ્રક્રિયાનો એક ભાગ છે, તેથી હું ખુલ્લી ચર્ચાને આમંત્રણ આપું છું. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે ઘણા લોકો મારા પગલાથી નાખુશ છે અને માને છે કે 38 વર્ષીય વ્યક્તિ અમેરિકન રાષ્ટ્રપતિ બનવા માટે હું ખૂબ નાનો છે.


Google NewsGoogle News