Get The App

અમેરિકામાં પેલેસ્ટાઈન-હમાસનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓના વિઝા રદ કરો, ટ્રમ્પનો આદેશ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
અમેરિકામાં પેલેસ્ટાઈન-હમાસનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓના વિઝા રદ કરો, ટ્રમ્પનો આદેશ 1 - image


Trump Govt  To Cancel Student Visas Of Pro Palestinian Protesters: અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અભિયાનની અસર હવે હમાસ સમર્થકો પણ પડી છે. ટ્રમ્પે એલાન કર્યું છે કે, અમારી સરકાર પ્રવાસી કૉલેજ વિદ્યાર્થીઓ અને હમાસ સમર્થકોને ટૂંક સમયમાં અમેરિકાથી ડિપોર્ટ કરવા જઈ રહી છે. 

ન્યાય વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રમુખ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા આદેશમાં ન્યાય વિભાગને અમેરિકન યહૂદીઓ વિરુદ્ધ આતંકવાદી ધમકીઓ, આગચંપી, તોડફોડ અને હિંસા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હમાસ સમર્થકોના સ્ટુડન્ટ વિઝા તાત્કાલિક અસરથી રદ કરાશે

આ સંદર્ભમાં ફેક્ટ શીટમાં ટ્રમ્પે કહ્યું કે, પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનોમાં ભાગ લેનારા તમામ વિદેશી વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવશે. અમે તમને શોધીશું અને ડિપોર્ટ કરીશું. હું કૉલેજ કેમ્પસમાં બધા હમાસ સમર્થકોના સ્ટુડન્ટ વિઝા તાત્કાલિક અસરથી રદ કરી દઈશ.

ટ્રમ્પે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા

તમને જણાવી દઈએ કે આ મામલે ટ્રમ્પે બુધવારે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય યહૂદી વિરોધી પ્રવૃત્તિઓનો સામનો કરવાનો અને પેલેસ્ટાઇન અને હમાસના સમર્થનમાં પ્રદર્શન કરનારા લોકોને દેશમાંથી બહાર કાઢવાનો છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો નવો ફતવોઃ ગેરકાયદે પ્રવાસીઓને ગ્વાન્ટાનમોની જેલમાં આતંકીઓ સાથે રખાશે

હમાસ અને ઈઝરાયલ વચ્ચે 15 મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ

તમને જણાવી દઈએ કે 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને તરફથી 15 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં અમેરિકાના ઘણા કૉલેજ કેમ્પસમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. નાગરિક અધિકાર જૂથો આ હુમલાઓને આરબ વિરોધી અને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે.


Google NewsGoogle News