બર્બરતાનો VIDEO : બાઈક પર ફરતા હમાસના આતંકીઓએ છોડ્યા રોકેટ, પોતાના જ કેમેરામાં રેકોર્ડ થયું આતંકીનું મોત

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
બર્બરતાનો VIDEO : બાઈક પર ફરતા હમાસના આતંકીઓએ છોડ્યા રોકેટ, પોતાના જ કેમેરામાં રેકોર્ડ થયું આતંકીનું મોત 1 - image


Image Source: Twitter

- 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા અચાનક હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હતુ

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર

Hamas Terrorist Shot Dead Recording Video: હમાસનો એક આતંકવાદી ઈઝરાયેલીઓ પર કરવામાં આવી રહેલા હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન આ વીડિયોમાં તેનું પોતાનું જ મોત રેકોર્ડ થઈ ગયું. હમાસનો એક આતંકવાદી દક્ષિણી ઈઝરાયેલના કિબુત્ઝ સોફામાં હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે વીડિયોમાં પોતાનું મોત પણ કેદ કરી લીધું. એક અહેવાલ પ્રમાણે આ વીડિયો 7 ઓક્ટોબરનો છે. જ્યારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હમાસ આતંકવાદી ગોપ્રો કેમેરાની મદદથી વીડિયો બનાવી રહ્યો છે અને એક બીજો આતંકવાદી સામે ચાલી રહ્યો છે. આ વીડિયોને જોઈને એવું લાગે છે કે, હમાસના આ બંને આતંકવાદીઓ ઈઝરાયેલીઓને શોધી રહ્યા છે. આ વચ્ચે અચાનક ગોળીઓ ચાલવાનો અવાજ આવે છે. 

ત્યારબાદ વીડિયો રેકોર્ડ કરનાર આતંકવાદી અચાનક પીડાથી ચીસો પાડતા નીચે ઢળી પડે છે અને પછી અનેક ગોળીઓનો અવાજ સંભળાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હમાસના આ આતંકવાદીને ઈઝરાયેલના સૈનિક અથવા સ્થાનિક સુરક્ષા અધિકારીએ ઠાર કર્યો હતો. આ ઘટનાનો સમગ્ર વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા અચાનક હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. ત્યારથી બંને દેશો વચ્ચે સતત હુમલા ચાલુ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં હમાસના આતંકવાદીઓના હુમલામાં 1300થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે તો બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર થયેલા હુમલામાં લગભગ 2 હજાર લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે તો બીજી તરફ ઘણા દેશો હમાસની સાથે ઉભા છે. 



Google NewsGoogle News