VIDEO : રન-વે પર દોડતાં વિમાનનાં ટાયરો એકસાથે ફાટ્યાં, 176 યાત્રી બચી ગયા, મોટી દુર્ઘટના ટળી
American Airlines Plane Tyre Blows : ફ્લોરિડાના એરપોર્ટ પરથી ઉડ્ડન વખતે અમેરિકન એરલાઈન્સના વિમાનના ટાયરો ફાટવાની દુર્ઘટના બની છે. આ વિમાન જ્યારે ટેક ઑફ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આ દુર્ઘટના બની છે. જોકે પાયલોટે સમયસૂકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી છે.
ફ્લાઈટમાં 176 મુસાફરો સવાર હતા
મળતા અહેવાલો મુજબ આજે ફ્લોરિડાના એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ ટેક ઑફ થઈ રહી હતી, ત્યારે અચાનક વિમાનના ટાયરો ફાટી ગયા હતા. ટેક ઑફ થવાની થોડીંક જ સેકન્ડોમાં ટાયર ફાટકા ઓથોરિટી સહિત મુસાફરો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે પાયલોટે સમયસર વિમાન પર કાબુ મેળવી લેતા 176 મુસાફરોના જીવ બચી ગયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ટાયરમાંથી નિકળ્યા ધુમાળા, મોટી દુર્ઘટના ટળી
વીડિયોમાં ફ્લાઈટ ટેક ઑફ થતી જોવા મળી રહી છે. આ દરમિયાન ટેક ઑફ થતા પહેલા જ વિમાનના ટાયર ફાટી જાય છે અને ફ્લાઈટને તુરંત અટકાવવી પડી છે. અમેરિકન એરલાઈન્સના વિમાનની આજે મોટી દુર્ઘટના ટળી છે. ટાયર ફાટ્યા બાદ પાયલોટે વિમાનને તુરંત રન-વેના કિનારે ઉભું રાખ્યું હતું. વીડિયોમાં ટાયરમાંથી નિકળતા ધુમાળા પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : સાઉદી એરલાઇન્સના પ્લેનમાં આગની ઘટના, પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ
મુસાફરો માટે અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ
મળતા અહેલાલો મુજબ ફ્લાઈટમાં ઓછામાં ઓછા 176 મુસાફરો અને છ ક્રુ મેમ્બરો સવાર હતા. આમાં કોઈને પણ ઈજા થઈ નથી અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ અન્ય ફ્લાઈટોને પણ કોઈ અસર પડી નથી. એરલાઈન્સ દ્વારા મુસાફરોની માફી માંગવામાં આવી છે. આ ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને ઉતારીને એરપોર્ટ પર પરત મોકલી દેવાયા છે અને થોડા સમય બાદ અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.