Get The App

અમેરિકા-કેનેડા બોર્ડર પર આતંકી હુમલો! 2ના મોત, કાર હવામાં ઉડતી દેખાઈ, બંને દેશો વચ્ચે ચિંતા વધી

અકસ્માતના કારણે બંને દેશોની સીમાઓ બંધ કરી દેવામાં આવી છે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
અમેરિકા-કેનેડા બોર્ડર પર આતંકી હુમલો! 2ના મોત, કાર હવામાં ઉડતી દેખાઈ, બંને દેશો વચ્ચે ચિંતા વધી 1 - image
Image:Screengrab

Deadly crash at US-Canadian border Rainbow bridge : અમેરિકા-કેનેડા બોર્ડરના ચેકપોઈન્ટ પાસે રેઇન્બો બ્રિજ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માતના કારણે આજે અમેરિકા અને કેનેડાની અન્ય સીમાઓ બંધ કરી દેવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટના આતંકવાદ સાથે સંકળાયેલી હોઈ શકે છે. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. 

ઘટનામાં 2 લોકોના મોત 

આ અકસ્માતમાં કારમાં હાજર 2 લોકોના મોત થયા હતા. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ તે સમયના ફૂટેજ પોસ્ટ કર્યા છે જ્યારે કાર વધુ ઝડપે આવે છે અને નજીકના ફૂટપાથ સાથે અથડાય છે. CBPએ એક્સ પર વીડિયો શેર કરતા લખ્યું, 'રેઈન્બો બ્રિજ પર એક વાહનમાં વિસ્ફોટ થયો. જે પછી CBP, FBI ફેડરલ, રાજ્ય અને સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહ્યું છે. આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. CBPએ અન્ય 3 બફેલો ક્રોસિંગ પર ઈનબાઉન્ડ/આઉટબાઉન્ડ ટ્રાફિકને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે.'

રાષ્ટ્રપતિ જો બાયડેન ઘટનાઓને નજીકથી અનુસરી રહ્યા છે

કાર અમેરિકાથી અમેરિકા-કેનેડા બ્રિજ તરફ પુરપાટ ઝડપે આવી રહી હતી. આ દરમિયાન તેની ટક્કર થઇ અને ચેકપોઈન્ટ પાસે તેમાં બ્લાસ્ટ થયો હતો. ડ્રાઈવરે આ બધું જાણી જોઈને કર્યું છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાના આતંકવાદ સાથે સંભંધિત હોવાના કોઈ પુરાવા હજુ મળ્યા નથી. પરંતુ તેના કારણે બને દેશો વચ્ચે ચિંતા વધી ગઈ છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાયડેન ઘટનાઓને નજીકથી અનુસરી રહ્યા છે અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે અધિકારીઓ આને ગંભીરતાથી લઈ રહ્યા છે. નાયાગ્રા ફોલમાં દેખીતી રીતે આ ખૂબ જ ગંભીર બાબત છે.

અમેરિકા-કેનેડા બોર્ડર પર આતંકી હુમલો! 2ના મોત, કાર હવામાં ઉડતી દેખાઈ, બંને દેશો વચ્ચે ચિંતા વધી 2 - image


Google NewsGoogle News