VIDEO: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, મુઇજ્જુના પક્ષે મતદાન અટકાવવા જતા હોબાળો

વિપક્ષે ચાર મંત્રીઓની મંજૂરી ફગાવતા મોઈજ્જૂની પાર્ટીએ ગૃહમાં હોબાળો મચાવ્યો

હોબાળા વચ્ચે સાંસદો મારામારી ઉપર ઉતરી આવ્યા, એકબીજાને લાતો પણ મારી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
VIDEO: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, મુઇજ્જુના પક્ષે મતદાન અટકાવવા જતા હોબાળો 1 - image

Maldives Parliament : મુઈજ્જૂ મંત્રીમંડળના વિસ્તરણ મામલે માલદીવની સંસદમાં ભારે હોબાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા છે. વિસ્તરણ માટે આજે સંસદમાં મતદાન થવાનું હતું, પરંતુ વિપક્ષી દળ માલદીવન ડેમોક્રેટીક પાર્ટી (MDP)એ ચાર મંત્રીઓની મંજૂરી રોકવાની ચિમકી આપી હતી, તેના વિરુદ્ધ સત્તાધારી દળ વિરોધમાં પણ ઉતરી આવ્યો છે. સત્તાધારી ગઠબંધન પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (PPM) અને મોહમ્મદ મોઈજ્જૂ (Mohamed Muizzu)ની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ના સાંસદો ગૃહમાં વિરોધ કરી રહ્યા છે. પીપીએમ-પીએનસી ગૃહમાં લઘુમતીમાં હોવાથી ઇચ્છતા નથી કે મતદાન થાય.

મતદાન પહેલા જ હોબાળો અને મારામારી

સન ઑનલાઈનની રિપોર્ટ મુજબ આ ઘટના રાષ્ટ્રપતિ મુઈજ્જૂના મંત્રીમંડળ માટે યોજાનાર મતદાન પહેલા બની છે. મતદાન પહેલા પીએનસી-પીપીએમના સરકાર સમર્થિત સાંસદો, પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વવાળી એમડીપીના વિરોધમાં ઉતરી આવ્યા હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ વિપક્ષી દળે મુઈજ્જૂ મંત્રીમંડળના ચાર સભ્યોની મંજૂરી અટકાવ્યા બાદ હોબાળો મચ્યો છે.

માલદીવની સંસદમાં મારમારીનો વીડિયો વાયરલ

સમાચાર ચેનલ અધાધૂએ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એમડીપી સાંસદ ઈસા અને પીએનસી સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમને મારતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શહીમે ઈસાનો પગ પકડી લીધો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા અને ત્યારબાદ  ઈસાએ શાહિમના ગળા પર લાત મારી, વાળ ખેંચ્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત સાંસદ શહીમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.

સરકારના કામકાજમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ

સત્તાધારી પીપીએમ અને પીએનસી ગઠબંધને વિપક્ષના વલણથી ચિંતા વ્યક્ત કરી છે. સત્તાધારી પાર્ટીએ કહ્યું કે, ચાર મંત્રીઓની મંજૂરી ન આપી સરકારના કામકાજમાં અવરોધ ઉબો કરવાનો પ્રયાસ કરાયો છે.


Google NewsGoogle News