VIDEO : PM મોદીનું ફ્રાન્સમાં જોરદાર સ્વાગત, રાષ્ટ્રપતિ મેક્રોનો જોવા મળ્યો દેશી અંદાજ
PM Modi Visits France : વડાપ્રધાન નરેન્દ્ર મોદી AI શિખર સંમલેનમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચી ગયા છે. પેરિસ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમને ગાર્ડ ઑફ ઑનર અપાયું છે. તેઓ એરપોર્ટ પરથી સીધા હોટલ પર જવા રવાના થયા છે. પીમ મોદી જ્યારે એરપોર્ટ પરથી હોટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભારતીય મૂળના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું છે. વડાપ્રધાને પણ તેમનું અભિવાદન કર્યું છે.
પીએમ મોદી-મેક્રો વચ્ચે થશે મુલાકાત
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 10 અને 11 ફેબ્રુઆરીએ એઆઈ શિખર સંમેલન યોજાશે, જેમાં પીએમ મોદી સહઅધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં વિશ્વના અનેક નેતાઓ અને ટેકનિકલ અધિકારીઓ AIના ભવિષ્ય પર ચર્ચા કરવા એકમંચ પર આવશે. આ ઉપરાંત તેઓ ભારત-ફ્રાન્સના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મેક્રો સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો : અમેરિકા બાદ હવે UKમાં પણ ભારતીયો પર સંકટ, રેસ્ટોરન્ટ અને કાર વૉશ સેન્ટર્સમાં દરોડા
‘ભારતીય લોકોને મારું નમસ્તે...’
વડાપ્રધાન મોદી ફ્રાન્સ પહોંચ્યા, તે પહેલા ઈમૈન્યુઅલ મેક્રોએ પોતાના ઈન્સ્ટાગ્રામ ચેનલ પર તેમનું દેશી અંદાજમાં ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘એઆઈ એક્શન સમિટમાં અમારા ભારતી મિત્રનું સ્વાગત છે!’ આ સાથે તેમણે લખ્યું છે કે, ‘ભારતીય લોકોને મારું નમસ્તે...’
આ પણ વાંચો : કેજરીવાલનો ‘શીશમહેલ’ તોડી નખાશે? ભાજપના દિગ્ગજ નેતાએ LGને લખ્યો પત્ર